રાજ્યની 32,400 શાળાઓમાં આજથી ગુણોત્સવનો પ્રારંભ

ગાંધીનગર– ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ ચકાસણીના સૌથી મોટા, રાજયના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ગભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ ગુણોત્સવ કાર્યક્રમના ૮માં પડાવ તરીકે આજે તા.૬ અને ૭ એપ્રિલના રોજ સમગ્ર રાજયની ૩ર,૪૦0 કરતાં વધુ શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજાશે.

આ શાળાઓમાં ર- દિવસ દરમિયાન ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓના વાચન લેખન, ગણન અને ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીઓના સાક્ષરી વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવશે. તેમ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી પંચમહાલ જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, વડોદરા જિલ્લામાં જયારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ગસિંહ ચુડાસમા ભાવનગર જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

રાજય સરકારના પ્રધાનો- મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલ તાપી, ઉર્જાપ્રઘાન સૌરભભાઇ પટેલ મોરબી, આદિજાતીપ્રધાન ગણપતભાઇ વસાવા નવસારી, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના પ્રધાન જયેશભાઇ રાદડીયા ગીર સોમનાથ, શ્રમ અને રોજગારપ્રધાન દિલીપકુમાર ઠાકોર કચ્છ, સામાજિક ન્યાય અધિકારીતાપ્રધાન ઇશ્વરભાઇ પરમાર બનાસકાંઠા, ગૃહ રાજયકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ભરૂચ, સિંચાઇ અને પાણી પૂરવઠાપ્રધાન પરબતભાઇ પટેલ સાબરકાંઠા, ગ્રામ ગૃહ નિર્માણ રાજયકક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડ નર્મદા, પંચાયત અને કૃષિ રાજય કક્ષાના પ્રધાન જયદ્ગથસિંહ પરમાર આણંદ, સહકાર રાજ્યકક્ષાના પ્રધાન ઇશ્વરસિંહ પટેલ બોટાદ, સામા.અને શૈ. પછાત વર્ગોના રાજયકક્ષાના પ્રધાન વાસણભાઇ આહિર દેવભૂમિ દ્વારકા, વન અને આદિજાતી વિકાસ રાજયકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર ડાંગ અને આરોગ્ય રાજ્યકક્ષાના પ્રધાન કિશોરભાઇ કાનાણી પોરબંદર  જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત પદાધિકારીઓ, આઇ.એ.એસ. આઇ.એફ.એસ.આઇ.પી.એસ. સચિવાલય અને ખાતાના વડાની કચેરીઓના વર્ગ-૧ ના અધિકારીઓ બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે કામગીરી કરશે. જિલ્લા કક્ષાના વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે. સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ અને આશ્રમ શાળાઓના મળી પ૪,૦૦,૦૦૦ કરતાં વધુ બાળકોના શિક્ષણની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. અંદાજિત ૩,૦૦૦ જેટલા અધિકારીઓ, પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાશે. બાકીની શાળાઓમાં એસ.એમ.સી. હાજરીમાં સ્વ મૂલ્યાંકન કરવામાં આવશે.

ગુણોત્સવ-૧ માં A+ ગ્રેડ ધરાવતી માત્ર પ શાળાઓ હતી. જયારે A- ગ્રેડ ધરાવતી ર૬પ શાળાઓ હતી. રાજ્ય સરકાર ઉપરાંત સમાજ, શિક્ષકો અને અધિકારીઓના પરિશ્રમથી ગુણોત્સવ-૭ થી A+ ગ્રેડની ર૧૧૭ શાળાઓ થઇ છે A ગ્રેડમાં ૧૭૬પ૩ શાળાઓ આવે છે. B ગ્રેડની ૩૮ર૩ શાળાઓ વધીને ૧રપપ૬ થઇ છે. C તથા D ગ્રેડની શાળાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. C શાળાઓ ૧ર૮૮૭ ઘટીને ૧૬૧૩ નોંધાઇ છે. જયારે D ગ્રેડની શાળાઓ ૧૪પ૮ર થી ઘટીને ૩૦૦ નોંધાઇ છે.  આમ, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.તેમાં વધુ સુધારો કરવા માટે ગુણોત્સવ-૮ નો કાર્યક્રમ મદદરૂપ થશે.