નેશનલ ઇમ્યૂનાઇઝેશન ડે પલ્સ પોલિયો ડેનો રાજ્યવ્યાપી કાર્યક્રમ, સીએમ રુપાણી દ્વારા પ્રારંભ

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણી ૧૦મી માર્ચ રવિવારે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભૂલકાંઓને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી રાજ્યવ્યાપી કાર્યક્રમનોનો પ્રારંભ કરાવ્યો હતો.

રૂપાણી  આવતીકાલ ૧૦મી માર્ચ રવિવારે ગાંધીનગર મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે ૮.૩૦ કલાકે આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલ તેમ જ આરોગ્યપ્રધાન કિશોરભાઈ કાનાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૮૪ લાખ ભૂલકાંઓને પોલિયોના બે ટીપા પીવડાવી ‘પોલિયો મુક્ત ભારત, પોલિયોમુક્ત ગુજરાત’નો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં ૩૭૫૦૩ બૂથ મારફતે ૧ લાખ ૭૧ હજાર આરોગ્ય કર્મીઓ સેવારત રહેશે.અંતરિયાળ અને દરિયાઈ વિસ્તારોમાં ૩૫૪૯ મોબાઈલ ટીમ  આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પોલિયો ટીપાં પીવડાવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]