ધોળકા GIDC વિસ્તારમાં પરપ્રાંતીઓની સુરક્ષા માટે SRP ગોઠવાઈ

અમદાવાદ– હાલમાં પરપ્રાંતીઓ પર હુમલાનો મુદ્દો ગરમાયો છે ત્યારે અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા કેટલીક વ્યવસ્થાઓ અમલી બનાવવામાં આવી છે. હિંમતનગરના ઢૂંઢરમાં બાળકી પર પરપ્રાંતી યુવકે દુષ્કર્મ ગુજારવાની ઘટના બાદ અમદાવાદમાં પણ લાખોની સંખ્યામાં વસતાં યુપીબિહારીઓને અમુક સ્થળોએ ભયનો અનુભવ થતાં તેઓ ચિંતિત જણાઈ રહ્યાં હતાં. આ સ્થિતિ સામે સુરક્ષા સંદર્ભે પ્રશાસન દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે.

જિલ્લા ક્લેકટર વિક્રાંત પાંડેએ આપેલી માહિતી પ્રમાણે ધોળકા પાસે આવેલી રાય યુનિવર્સિટી અને અન્ય સ્થળો પર એસઆરપીની 3 ટુકડીઓ બોલાવાઈને તહેનાત કરવામાં આવી છે. તેમ જ આશરે 250 લોકો સાથે મિટીંગ કરવામાં આવી છે. જેઓ અસુરક્ષિતતા અનુભવી રહ્યાં છે તેમના માટે રાત્કિ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જ પરપ્રાંતના લોકો જે મુકાદમો સાથે જોડાયેલાં છે તેઓની સાથે પણ બેઠક કરી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ઉપરાંત પરપ્રાંતી પરના હુમલા સંદર્ભે 3 ગુના નોંધાયાં છે અને ધરપકડ  કરી લેવાઈ છે. પ્રશાસને સરપંચ અને ગામના આગેવાનોને મળીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.અત્યાર સુધી 3 ગુના નોંધાયા છે અને ધરપકડ પણ કરાઈ છેઅમદાવાદ જિલ્લામાં દેત્રોજ અને આસપાસ કામ કરતાં ઉત્તરભારતીયોના મુકાદમો પાસેથી વિગતો મેળવાઈ છે અને જ્યાં જરુર જણાશે ત્યાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. આ માટે મકરબા પોલિસ હેટક્વાટર્સમાં અધિકારીઓ પ્રમુખો, સરપંચ, આગેવાનો અને મુકાદમો હાજર રહ્યાં હતાં. સુરક્ષા તેમ જ પરપ્રાંતીઓ માટે વ્યવસ્થા સહિતની કામગીરીની સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં વસતાં ઉત્તરભારતીયોનો હાલ કોઈ ડેટા નથી પણ મુકાદમ પાસેથી વિગતો મેળવાશે તેવી બાયેંધરી પણ આપવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]