ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા જયકારાની પ્રસ્તુતિ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ‘જયકારા’ નામે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭મી નવેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે ખિમજી વિસરામ હોલ, સર્વ વિદ્યાલય, પરિસર, સૅક્ટર-૨૩, ગાંધીનગર ખાતે આ કાર્યક્રમની પ્રસ્તુતિ આસિફ પટેલ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમનો કન્સેપ્ટ જાણીતા લેખક જય વસાવડા અને ઇમ્તીયાઝ પટેલનો છે, શો ડિઝાઈન પ્રિતેશ સોઢા દ્વારા તૈયાર કરાઈ છે. ગુજરાતી ભાષાના લોકપ્રિય વક્તા, વિચારક અને લેખક જય વસાવડાની દૃશ્ય-શ્રાવ્ય-નાટ્ય મઢેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની મ્યુઝિકલ, મનોરંજક અને મોટીવેશનલ પ્રસ્તુતિ ‘જયકારા’ નામે ગાંધીનગરના કલારસિકો સમક્ષ પ્રસ્તુત થઈ રહી છે.