ગુજરાતમાં વસતા રાજસ્થાની મતદારોને મળશે આ ખાસ લાભ

ગાંધીનગર- રાજસ્થાનમાં આગામી ૭ ડિસેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતમાં વસતા રાજસ્થાનના કર્મચારી-કામદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાસ રજા આપવામા આવશે. રાજસ્થાન રાજ્યના રહેવાસી હોય અને નોકરી ધંધા માટે ગુજરાતમાં રહેતા હોય તેવા રાજસ્થાનના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે આ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ ૧૯૪૮ની કલમ ૧૮(૧)(બ)(ક) હેઠળ સંસ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ, રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેન્કો, રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલવે, ટેલીફોન-તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયરબ્રીગેડ, અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓને ચૂંટણીના દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ તથા શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા શ્રમ નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.