2 ઓક્ટોબરથી ખાદી અને પોલી વસ્ત્રોના વેચાણ પર 20 ટકાનું વિશેષ વળતર મળશે

અમદાવાદ- ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે ખાદી-પોલી વસ્ત્રના છૂટક વેચાણ ઉપર ર૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય-વળતર અપાશે. આગામી ર ઓકટોબર-ર૦૧૮થી ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ દરમિયાન ખાદી અને પોલી વસ્ત્રના છૂટક વેચાણ ઉપર ર૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે.

‘ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશન’ના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

મહાત્મા ગાંધીજીએ ખાદીને એક વસ્ત્ર નહીં, વિચાર તરીકે સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગ્રામીણ પરિવારો-કારીગરોને રોજગારીથી આર્થિક સક્ષમતાનો જે માર્ગ કંડાર્યો છે.

મુખ્યપ્રધાનના આ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્યમાં ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ/મંડળીઓએ ગ્રાહકોને આગામી 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ર૦ ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]