સોમનાથના હનુમાનદાદાના દર્શને ઉમટ્યો ભક્તોનો મહાસાગર

સોમનાથ– આજે ચૈત્રી સુદ પૂર્ણિમાએ પરમ રામભક્ત હનુમાનદાદાની જન્મતિથિ નિમિત્તે દેશભરના મોટા મંદિરોમાં ધામધૂમથી ઉજવણી થઇ રહી છે.ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના મંદિરમાં સ્થાપિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પણ પૂર્ણ શ્રદ્ધાસહિત વિધિવિધાનપૂર્વક હનુમાનદાદાના પૂજનઅર્ચન કરવામાં આવ્યાં હતાં. પ્રાતઃકાળથી શરુ થયેલા મહાપૂજન અને આરતી સોમનાથ ટ્ર્સ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવ્યાં હતાં. આ અવસરે વિશાળ ભક્તસમુદાય પણ ઉપસ્થિત રહી દાદાના દર્શન કર્યાં હતાં.આજના દિવસે સોમનાથ મંદિર સંકુલમાં શ્રી કષ્ટભંજનદેવના દર્શનાર્થે મોટો માનવસમુદાય ઉમટી રહ્યો છે અને પોતાના દુખઃદર્દ દૂર કરવા પ્રાર્થના કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]