મોદી UPAને પૂછતાં એમાંથી ગુજરાતના 64 પ્રશ્નો હજુ બાકી કેમ છેઃ પરેશ ધાનાણી

ગાંધીનગર– વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હલ્લો કર્યો હતો. નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે કેન્દ્ર સરકારને વિવિધ સવાલો-પ્રશ્નો કરતાં હતાં. સામાન્ય વહીવટ વિભાગનાં ફેબ્રુઆરી-ર૦૧૩માં પ્રકાશિત થયેલ કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના અગત્યના પ્રશ્નોની બૂક બહાર પાડવામાં આવી, તે બૂકમાં ૧૦૯ જેટલા પ્રશ્નો હતાં. ર૦૧૪ પહેલાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારની સામે કર્યાં હતાં, આ પ્રશ્નોનાં કારણે ગુજરાતની જનતાએ સમર્થન આપ્યું હતું, એથી મોદીસાહેબ વડાપ્રધાનની ખુરશી પર બિરાજમાન થઈ ગયાં, પરંતુ તે પ્રશ્નો વડાપ્રધાન બન્યાં પછી કેમ ભૂલાઈ ગયાં ? ૪૮ મહિનાથી મોદીજી શાસન કરે છે, છતાં બધા પ્રશ્નો કેમ ગાયબ થયાં? તેવો પ્રશ્ન પુછ્યો હતો.કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના અગત્યના પડતર પ્રશ્નો-૨૦૧૩

જે પૈકી ઉકેલાયા હોય અને કેન્દ્રમાં ભાજપ સરકાર આવતાં વર્ષ-૨૦૧૫ની કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના અગત્યના પડતર પ્રશ્નોની યાદીમાંથી બાકાત રાખેલા પ્રશ્નોની યાદીઃ

ક્રમ રાજય સરકારનો સંબંધિત વિભાગ પ્રશ્નની વિગત
1 કૃષિ અને સહકાર વિભાગ બી. ટી. કપાસ બિયારણના ભાવોના નિયંત્રણ
કૃષિ અને સહકાર વિભાગ કેન્દ્ર પુરસ્કૃત યોજના અંતર્ગત ધાસચારા અને ખાણ વિકાસ માટે નાણાકીય સહાય
કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત ખેત ઉઘોગ નિગમ દ્વારા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા પાસેથી અમદાવાદ એરપોર્ટ ખાતે પેરિશેબલ કાર્ગો બાબતેના વાંધા પ્રમાણપત્ર મેળવવા બાબત.
શિક્ષણ વિભાગ મધ્યાહન ભોજન યોજનામાં રાંધણ ખર્ચની વારંવાર સમીક્ષા
શિક્ષણ વિભાગ મધ્યાહન ભોજન કેન્દ્રોને એલપીજી જોડાણ પુરું પાડવું
શિક્ષણ વિભાગ ધી ગુજરાત એજયુકેશન ઈન્સ્ટિટયુશનલ ટ્રીબ્યુનલ બિલ-૨૦૦૬
શિક્ષણ વિભાગ સેટિંગ અપ ઓફ અ ટ્રાયબલ યુનિવર્સિટી ઈન ગુજરાત
શિક્ષણ વિભાગ સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદા મુજબ માર્ચ-૨૦૧૩ સુધીમાં પ્રાથમિક શાળાના બાળકોને પાયાની તમામ ભૌતિક સુવિધા પૂર્ણ કરવાની થાય છે. જે અંતર્ગત એસએસએ ગુજરાતે રૂા.૩૨૫૫ કરોડની કેન્દ્રને મોકલેલ દરખાસ્ત મંજૂર કરવા બાબત.
શિક્ષણ વિભાગ કેન્દ્રએ એસએસએનો કેન્દ્ર અને રાજય વચ્ચેનો ૭૫ઃ૨૫નો રેશીયો ધટાડવાના કારણે ગુજરાતને રૂા.૯૩૪ કરોડનું નુકશાન થવા બાબત.
૧૦ શિક્ષણ વિભાગ સીઝનલ હોસ્ટેલ માટે એસએસએ અંતર્ગત રાજયની સીઝનલ હોસ્ટેલની રૂા.૩૦ કરોડની દરખાસ્તમાં ૫૦ ટકાનો (રૂા.૧૫ કરોડનો) કેન્દ્ર દ્વારા ઘટાડો કરવા બાબત.
૧૧ શિક્ષણ વિભાગ ગુજરાત રાજયએ પ્રાથમિક શિક્ષણના કુલ ખર્ચના ૮૯ ટકા જેટલો ઘણો મોટો હિસ્સો રાજયના ૧૦૦ ટકા ભંડોળમાંથી ભોગવવા બાબત.
૧૨ શિક્ષણ વિભાગ ૧૩મા નાણાં પંચની ગ્રાન્ટને રાજયના ૧૦૦ ટકા હિસ્સા તરીકે ગણવા બાબત.
૧૩ ઉદ્યોગ અને ખાણ વિભાગ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેકટ, અમદાવાદ-મુંબઇ-પુના-કોરીડોર
૧૪ પર્યાવરણ અને વન વિભાગ એડ-હોક કેમ્પામાંથી ગુજરાત સ્ટેટ કેમ્પામાં નાણાં પરત મળવા બાબત
૧૫ પર્યાવરણ અને વન વિભાગ રણ વન્યપ્રાણી અભ્યારણ્યની જમીનમાં કુનેરીયાથી મૌવાણા રોડ બાંધવા મંજૂરી આપવા બાબત.
૧૬ પર્યાવરણ અને વન વિભાગ ગીર જંગલ ફરતે રીંગ રોડ બાંધવા મંજૂરી આપવા બાબત.
૧૭ પર્યાવરણ અને વન વિભાગ પર્યાવરણ પરવાનગી માટે સત્તાનું કેન્દ્રીકરણ
૧૮ પર્યાવરણ અને વન વિભાગ સમુદ્રતટીય નિયમન ઝોન વિસ્તારમાં ખાણ પ્રવૃત્તિઓના નિયંત્રણમાં છૂટછાટ આપવા બાબત.
૧૯ પર્યાવરણ અને વન વિભાગ તાજેતરના સી.આર.ઝેડ જાહેરનામામાં સત્તાનું કેન્દ્રીકરણ

 

૨૦ પર્યાવરણ અને વન વિભાગ ઓછા અને મધ્યમ ધોવાણવાળા વિસ્તાર માટે સીઆરઝેડની મંજૂરી મેળવવામાં વિલંબ.
૨૧ ગૃહ વિભાગ હજીરા(સૂરત) ખાતે કોસ્ટ ગાર્ડ સ્ટેશન સ્થાપવા બાબત.
૨૨ ગૃહ વિભાગ કોસ્ટલ પોલિસીંગ ઈન્સ્ટિટયૂટ સ્થાપવા બાબત.
૨૩ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લી.ને રાજય સરકાર દ્વારા અનુમોદિત કરાયેલ જુદાજુદા ૧૦ વિસ્તારોમાં બોકસાઇટ ખનીજની માઈનીંગ લીઝ ફાળવવા બાબત.
૨૪ ઉદ્યોગ અને ખાણ વિભાગ જીએમડીસી તથા પીઆઇપીડીઆઇસીએલ(રાજય સરકાર હસ્તક કોર્પોરેશન)ને ફાળવવામાં આવેલ નૈની કોલ બ્લોક રદ કરવા બાબત
૨૫ ઉદ્યોગ અને ખાણ વિભાગ સાબરમતી ગાંધીઆશ્રમ અને આસપાસના વિસ્તારના વિકાસની યોજના બાબત.
૨૬ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાતને સિંધુ બેઝીનનું પાણી ફાળવવા બાબત
૨૭ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સરદાર સરોવર યોજનાનાં ફેઝ-૧નાં પ્લીલવે પીલર્સ પૂર્ણ ઉંચાઇ સુધી, બ્રીજ તથા ગેઇટ બેસાડવા માટેનાં બાંધકામને મંજૂર
૨૮ નર્મદા, જળસંપત્ત્િા, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ રેલવે ક્રોસિંગની પરવાનગીમાં થતાં વિલંબના લીધે પાણી પુરવઠા યોજનાને પૂર્ણ કરવામાં થતો વિલંબ.
૨૯ બંદરો અને વાહનવ્યવહાર વિભાગ ગુજરાત રાજયમાં મેરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના કરવા બાબત
૩૦ બંદરો અને વાહનવ્યવહાર વિભાગ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ૨૦૧૧ બંદરો બાબતેની પ્રતિબંધિત જોગવાઇ
૩૧ બંદરો અને વાહનવ્યવહાર વિભાગ આઈ.વી.લીમીટ નક્કી કરવા બાબત
૩૨ બંદરો અને વાહનવ્યવહાર વિભાગ જીએસઆરટીસી, એએમટીએસ અને બીઆરટીએસ દ્વારા વપરાશમાં લેવાતા ડીઝલ પર કરાયેલ તીવ્ર ભાવવધારો ખેંચવા બાબત.
૩૩ માર્ગ અને મકાન મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૮ પર ઝાડેશ્વર નજીક નર્મદા નદી પર વધારાના પુલનું બાંધકામ
૩૪ માર્ગ અને મકાન મંત્રાલય પશ્ચિમ રેલવેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે ખસેડવા બાબત.
૩૫ માર્ગ અને મકાન મંત્રાલય સાબરમતી રેલવે સ્ટેશનનો વિકાસ
૩૬ માર્ગ અને મકાન મંત્રાલય એનયુઈટીના ધોરણે રેલ્વે ઓવર બ્રીજ બાંધવાની કામગીરી
૩૭ માર્ગ અને મકાન મંત્રાલય નવી ટ્રેનો શરૂ કરવા તથા ટ્રેનો લંબાવવા બાબત.
૩૮ માર્ગ અને મકાન મંત્રાલય નવી રેલવે લાઈનોનો વિકાસ
૩૯ માર્ગ અને મકાન મંત્રાલય રેલવે લાઈનોનું ગેજ રૂપાંતરણ
૪૦ માર્ગ અને મકાન મંત્રાલય અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન
૪૧ માર્ગ અને મકાન મંત્રાલય બોર્ડર રોડ એરીયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ(બીએડીપી)
૪૨ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ જેએનએનયુઆરએમ ભાગ-૨માં ગાંધીનગર અને કરમસદ શહેરોનો સમાવેશ.
૪૩ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ શહેરી રોજગાર અને શહેરી સલામતી વ્યવસ્થા
૪૪ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ પ્રોજેકટ માટે કેન્દ્રીય સહાય
૪૫ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માન.મંત્રીશ્રી શ.વિ.તરફથી ઉપસ્થિત કરેલ આવાસના પ્રોજેકટમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ.
૪૬ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માન.મંત્રીશ્રી શ.વિ.તરફથી જેએનએનયુઆરએમ ભાગ-૨ના અસરકારક અમલકરણ માટે કરેલ સૂચનો.
૪૭ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ૧૩માં નાણાંપંચની ભલામણો અન્વયે પર્ફોમન્સ ગ્રાન્ટ ફાળવી આપવા બાબત.
૪૮ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આવેલી રેલ્વે કોરીડોરની ઓછી વપરાશવાળી જમીનોને મેટ્રો પ્રોજેકટ માટે વાપરવા માટેની મંજૂરી બાબત.
૪૯ ગ્રામ વિકાસ વિભાગ સેલ્ફ હેલ્પ ગૃપ-ક્રેડીટ કાર્ડ યોજના
૫૦ ગ્રામ વિકાસ વિભાગ આજીવિકા-નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન
૫૧ ગ્રામ વિકાસ વિભાગ ઈન્દિરા આવાસ યોજનામાં આવાસની કિંમતમાં વધારો કરવા બાબત.
૫૨ ગ્રામ વિકાસ વિભાગ રાજય સરકાર દ્વારા પુરસ્કૃત આવાસ યોજનાઓના લાભાર્થીઓને ડીઆરઆઇ(ઓછા વ્યાજ દરની લોન)યોજનાઓ લાભ મળવા બાબત.
૫૩ ગ્રામ વિકાસ વિભાગ સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા અપુરતો સહયોગ
૫૪ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નેશનલ અર્બન હેલ્થ મિશન
૫૫ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ફેફસાના રોગોની કા.રા.વિ.યો. હોસ્પિટલ, નરોડા અમદાવાદ ખાતે નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવા બાબત.
૫૬ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રેલવે હોસ્પિટલ, અમદાવાદ ખાતે નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવા બાબત.
૫૭ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ લેપ્ટોસ્પાયરોસીસના એડવાન્સ રીસર્ચ માટેનું કેન્દ્ર સ્થાપવા બાબત
૫૮ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર બ્લડ ટ્રાન્સફયુજનને ઈન્કમટેકસના એસ૧૦(૪૬) હેઠળ ભારત સરકારના ગેઝેટમાં નોટીફાઇ કરવા બાબત.
૫૯ અન્ન, નાગરિ

ક પુરવઠા અને ગ્રા.બા.નો વિભાગ

૨૦૧૧-૧૨માં ભારત સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસીનના હેઠળ ગુજરાતના કવોટામાં ધરખમ ધટાડો.
૬૦ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ શિક્ષણ અને કુશળતા વિકાસના કાર્યક્રમો ડીટીએચના માધ્યમથી કુ બેન્ડ બેન્ડ-વીડથ પર પ્રસારિત કરવા બેન્ડ-વિડથની ફાળવણી કરવા માટે
૬૧ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ રાજીવ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાયની રકમમાં વધારો કરવા બાબત.
૬૨ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઈન્સ્ટિીટયુટ માટેનું અનુદાન ફાળવવા બાબત.
૬૩ ગ્રામ વિકાસ વિભાગ ઈન્દિરા આવાસ યોજના-બીપીએલ કુટુંબો નિયત કરવાની મર્યાદા વધારવા બાબત.
૬૪ ગ્રામ વિકાસ વિભાગ ઈન્દિરા આવાસ યોજના-ઈન્દિરા આવાસ યોજનામાં આવાસની કિંમતમાં વધારો કરવા બાબત.