અમદાવાદના મહિલા સહિત 7 ઘાયલ, હિમાચલની શ્રીખંડ મહાદેવયાત્રામાં ગ્લેશિયર તૂટ્યાં

0
1250

અમદાવાદઃ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં બનેલા શ્રીખંડ મહાદેવ મંદિરના દર્શન કરવા જઈ રહેલાં પાંચ શ્રદ્ધાળુઓ ગ્લેશિયરની ઝપેટમાં આવી જવાથી ઘાયલ થયેલાં છે.જ્યારે 50થી વધુ યાત્રિકને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે એની સબ ડિવીઝનમાં પાર્વતી બાગ પાસે નૈન સરોવરમાં મંગળવારના રોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યે ગ્લેશિયર પિગળવાથી શ્રદ્ધાળુઓ ફસાઈ ગયાં છે. તેમણે જણાવ્યું કે બચાવ કાર્ય ચાલુ છે. ત્યાંથી આશરે 50 શ્રદ્ધાળુઓને સુરક્ષિત ભીમ દ્વાર પહોંચાડવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓની ઓળખ લુધિયાણાના રહેવાસી રાજીવ, પૂણેના વિવેક, મહારાષ્ટ્રના બાબા, પૂણેના સુભાષ પટેલ અને અમદાવાદની દિવ્યાંગીની વ્યાસ તરીકે થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર તેમને પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો છે. તો શ્રીખંડ મહાદેવની યાત્રાને અસ્થાયી રુપે રોકી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ યાત્રા અમરનાથથી પણ વધારે કઠણ માનવામાં આવે છે. 10 દિવસીય શ્રીખંડ મહાદેવ યાત્રા 15 જુલાઈ સોમવારના રોજ શરુ થઈ હતી. શિવલિંગ સમુદ્રથી 18,750 ફૂટની ઉંચાઈ પર હિમાલયમાં આવેલું છે. આ સીવાય સિંહગઠમાં તિર્થયાત્રીઓની નોંધણી માટે આધાર શિબિલ સ્થાપિત કરવામાં આવ્યું છે.

આ પહેલા હિમાચલ પ્રદેશના કિન્નોર તિબ્બત બોર્ડર પાસે સેનાના 6 જવાનો ગ્લેશિયરની ઝપેટમાં આવી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ તમામ જવાનો પહાડી નામની જગ્યાની પેયજલ પાઈપલાઈનની મરમ્મત કરવા ગયા હતા. દરમિયાન સેનાના આ જવાનો આની ઝપેટમાં આવી ગયા હતા.