ગરીબ બાળકોને પ્રવેશ ન આપવામાં ખાનગી શાળાઓના વલણની રાજ્યભરમાં ચિંતા…

વડોદરા: રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકોને પ્રવેશને લઇને રાજ્યભરમાં ખેંચતાણનો માહોલ જામ્યો છે. આજે માંજલપુરમાં આવેલી ડોન બોસ્કો સ્કૂલમાં RTE અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવા છતાં શાળા મેનેજમેન્ટે પ્રવેશ ન આપતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ સ્કૂલની બહાર સ્કૂલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતો.તો સૂરતમાં પણ RTEની બબાલ જોવા મળી હતી. ધો-1માં સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં RTE પ્રવેશ ફાળવણી ન માનનાર 9 શાળાઓને ડીઇઓએ નોટિસ ફટકારી દીધી છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય તો કાયદેસરનાં પગલાં પગલાં લેવાની ચીમકી અપાઇ છે. DEOએ પી.બી.દેસાઈ સ્કૂલ, જીવન વિકાસ વિદ્યાલય, મદ્વેસા તયૈબ ઇંગ્લિશ પ્રાઈમરી સ્કૂલ, માતૃભૂમિ સ્કૂલ, અંકુર વિદ્યાવિહાર પ્રાઈમરી સ્કૂલ, મેટાસ એડવેન્ટીસ સ્કૂલ, એસ.ડી જૈન મોર્ડન સ્કૂલ, જે. એચ. અબાણી સરસ્વતી વિદ્યામંદિર, પ્રેસિડન્સી સ્કૂલને નોટિસ ફટકારી છે.

અમદાવાદ અને રાજકોટમાં પણ RTEમાં પ્રવેશ ફાળવાયાં હોય તેવી મોટી શાળાઓએ બાળકોના પ્રવેશને અટકાવવા ઘણાં ધમપછાડાં કર્યાં હોવાના અહેવાલ સામે આવ્યાં હતાં.