મોજથી માણશે સૌરાષ્ટ્રવાસીઓ સાતમઆઠમના મેળા, વરસાદની કોઇ શક્યતા નથી

અમદાવાદઃ રાજ્યમાં આ અઠવાડિયાં માટે મેઘરાજાએ ખમૈયા કરી લીધાં છે જેને પગલે અમુક સ્થળે સામાન્ય વરસાદ સિવાય ભારે વરસાદના સમાચાર નથી. એવામાં સાતમઆઠમના તહેવારોને લઇને વરસાદનું વિધ્ન નહીં નડે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે.

હવામાનવિભાગના જણાવ્યાં મુજબ ગુજરાતમાં હાલના દિવસોમાં ભારે વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય થઇ નથી. જેને લઇને સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મોજથી સાતમઆઠમના મેળા માણી શકાશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ થાય તેવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જોકે ઉતર પૂર્વ મધ્યપ્રદેશ પર લો પ્રેશર સક્રિય છે. પરંતુ લો પ્રેશરના કારણે હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં 26 ઓગસ્ટના વરસાદ પડી શકે.

દૂરની સંભાવનાની વાત કરીએ તો મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર ગુજરાત ઉપર નહીં આવે પરંતુ અરબી સમુદ્ર તરફથી આવતા પવનોના કારણે સામાન્ય વરસાદ પડી શકે. ડાંગ, સૂરત, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવગનર, અમરેલી, રાજકોટ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ કે ઝાપટાં પડી શકે છે.

આ તરફ રાજ્યભરમાં વરસાદી વિરામની સાથે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો પણ નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારે માધ્યમો સાથેની વાતમાં જણાવ્યું છે કે આગામી ચાર દિવસ વરસાદની

ફાઈલ તસવીર

આશા નથી. પરંતુ 26 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આશા છે. સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે માછીમારો માટે ખતરાની કોઈ સૂચના આપવામાં નથી આવી.