અમદાવાદઃ સૃષ્ટિની સાત્વિકતાને માણવા મેળો જામ્યો…

અમદાવાદ- શિયાળાની ઋતુ આવે એટલે અવનવું ખાવાનુ્ં મન અવશ્ય થાય.એમાંય હવે લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છોડી સાત્વિક શુધ્ધ ભોજન તરફ વળ્યા છે. અરે..અમદાવાદમાં તો છેલ્લા કેટલાક વર્ષોથી સાત્વિક ફૂડનો આખોય ફેસ્ટિવલ થાય છે. જ્યાં અવનવા પાક, રાંધેલા, બાફેલા, સેકેલા અનાજ ખાદ્ય પદાર્થ શુધ્ધતાની ગેરંટી સાથે મળે છે.

શેહરમાં આ વર્ષે ડિસેમ્બર માસની ઠંડીમાં એ.ઇ.એસ ગ્રાઉન્ડ., બોડકદેવ પાસે સૃષ્ટિ દ્વારા સાત્વિક-2018 ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. 25 ડિસેમ્બર સુધી ચાલનારા આ પરંપરાગત વાનગીઓના ફૂડ ફેસ્ટિવલમાં 500 જેટલી વિસરાતી વાનગીઓ મુકવામાં આવી છે. શુદ્ધતા સાથે બનાવેલી વાનગીઓ સાથે આ ફેસ્ટિવલમાં ઓર્ગેનિક શાકભાજી, ફળ ફળાદી, અનાજ, ઘી, વનમાં બનેલી ચીજવસ્તુઓ મુકવામાં આવ્યા છે.

વિશાળ મેદાનમાં વાનગીઓની મહેક સાથે સેમિનાર, એક્ઝિબિશન, મહિલા અને બાળકો માટે ક્રિએટિવ એક્ટિવિટી, કિચન ગાર્ડનિંગ, આયુર્વેદનો વાર્તાલાપ અને સમજ સાથે કવિસંમેલનનું પણ આયોજન કરાયું છે.
વર્ષ 2018 ના છેલ્લા અઠવાડિયામાં યોજાયેલ આ ફૂડ ફેસ્ટિવલ માણવા મેળો જામે છે.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]