તેમનાં DNAમાં સરદાર અને ગુજરાત માટે નફરત છેઃ કોંગ્રેસને ખંખેરતાં નિર્મલા સીતારમણ

અમદાવાદ-ગુજારત વિધાનસભા ચૂંટણીમાં પક્ષપ્રચાર માટે અમદાવાદ આવેલાં કેન્દ્રીય સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે પીએમ મોદીની જાણીતી બેઠક મણિનગરમાંથી પોતાના પ્રચારકાર્યની શરુઆત કરી હતી. નિર્મલા સીતારમણ મતદારોને ઘેરઘેર જઇ મળીને ભાજપને મત આપી જીતાડવા અપીલ કરી પક્ષની પ્રચાર સામગ્રીનું વિતરણ કર્યું હતું જેમાં ભાજપ સરકારના કરેલાં કામો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાદ તેમણે પત્રકાર પરિષદમાં તેમને પૂછાયેલાં સવાલોના જવાબ આપ્યાં હતાં. નર્મદા યોજના, બોર્ડર સુરક્ષા, સરહરે રોડ અને ફેન્સિંગનું કામ વગેરેના જવાબ આપ્યાં હતાં. તો કોંગ્રેસ દ્વારા વિકાસની થઇ રહેલી મજાક તથા ગુજરાત અને ગુજરાતીઓ માટેની કોંગ્રેસની નફરત મુદ્દે તેમણે કોંગ્રેસની ધૂળ કાઢી હતી.

તેમણે આક્ષેપ કર્યો કે નર્મદા મુદ્દે કોંગ્રેસે સતત અન્યાય કર્યો હતો. જ્યારે જ્યારે નહેરુએ કરેલાં ખાતમૂહુર્ત સિવાયના મહત્ત્વના નિર્ણય લેવાયાં તેમાં કોંગ્રેસનો કોઇ ફાળો ન હતો. પહેલો નિર્ણય એક ગુજરાતી મોરારજીએ લીધો હતો, બીજો નિર્ણય લેવાયો ત્યારે અટલબિહારી બાજપેયી હતાં અને હવે ત્રીજીવાર આખરી નિર્ણય લેવાયો ત્યારે મોદી હતાં. કોંગ્રેસીઓને કહેવા માગું છું કે નહેરુના ફાઉન્ડેશન સ્ટોનથી લઇને મોરારજી બાદ કરતાં જુએ કે ક્યારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. નર્મદાનો વિરોધ કરનાર લોકો કોંગ્રેસીઓ હતાં.મોદી પીએમ બન્યાંના 17 દિવસમાં ફાઇનલ નિર્ણય લેવાયો. પ્રોગ્રેસ જ્યારે જ્યારે નોંધાયો ત્યારે કોંગ્રેસીઓ ન હતાં. આટલી સ્પષ્ટ હકીકતો સામે છે. નર્મદા વિરોધીઓના આંદોલનોને સમર્થન આપનાર પ્રધાનો કોંગ્રેસીઓ હતાં.નર્મદા ગુજરાતની લાઇફ લાઇન છે એ અહીં પૂરી થઇ તે ભાજપના સમયમાં થઇ. ગુજરાત માટેની નફરત કોંગ્રેસના વર્તાવમાં હંમેશ વર્તાઇ છે. તેમના ડીએનએમાં ગુજરાત માટે સરદાર માટે નફરત છે.

આજે ગુજરાતમાં આવનારા કોંગ્રેસના લોકો ગુજરાતીઓ સાથે આંખમાં આંખ નાંખીને કેવી રીતે વાત કરી શકે છે. સૌરાષ્ટ્રમાં નાનાં નાનાં ચેકડેમ નર્મદા આવવાની હતી તેને લઇને ધ્યાનમાં રાખી મોદી સીએમ હતાં ત્યારે બનાવવાનું શરુ કર્યું હતું. એટલે નર્મદા અને તેના પાણી વિશે કોંગ્રેસ વિચારીને બોલે.

ડીફેન્સ સંભાળું છું તો કહું કે દેશની સુરક્ષા માટે જે નિર્ણય લેવાય તેમાં કેન્દ્રમાં અને રાજ્યમાં સાથે મળીને લેવાય છે. યુપીએ સરકારના સમયમાં બોર્ડર હોય તેવા રાજ્યો સાથે વાર્તાલાપ પણ થતો ન હતો. 2012 ચૂંટણી સમયે સિરક્રિક મામલો ખૂબ ગાજ્યો હતો કે એ ગુજરાતમાં રહેશે કે નહીં તેવો ચગાવાયો હતો. મનમોહનસિંહે કોઇ આંતરરાજ્ય ડેલિગેશન સાથે વાત જ કરી ન હતી. હું ચારેતરફ ફરું છું ત્યારે જવાનોને મળું છું. ભારતની સુરક્ષા માટે જે જે બોર્ડર પર મામલા છે તેમાં સરક્રિક ખૂબ યુનિક છે તેની રક્ષા અલગ જ મહત્ત્વ ધરાવે છે.,

કેન્દ્રની કોંગ્રેસ આ વિશે વાત કરતી હોય તો કોંગ્રેસની જ રાજ્ય સરકારને કશું જ ખબર ન હોતી. બાંગ્લાદેશ અને બંગાળ બોર્ડર ઇશ્યૂ માટે જે વાત થઇ તે સંલગ્ન રાજ્ય સાથે કનેક્ટ કરી તેમની સલાહ લઇને જ આંતરરાષ્ટ્રીય ફોરમ પર વાત કરવાનું એનડીએ સરકારમાં કામ થયું છે. અમારો આદર્શ છે આ કે રાજ્યોને જોડે છે. કેન્દ્ર-રાજ્યમાં ભાજપ સરકારથી આમ બન્યું છે.

ભાજપની સરકાર કન્ટિન્યૂ કરવાથી ગુજરાતની વિકાસની રફતાર સ્થિરપણે આગળ વધશે. તેમાં રુકાવટ આવે તો તમને ખબર છે કે ગુજરાતનું શું મહત્ત્વ છે. વિકાસના મુદ્દે કોંગ્રેસ ગુજરાતીઓની મજાક કરી, રમત કરી. ગુજરાતના સેન્ટિમેન્ટલ માટે પાગલ કહેવાયાં.

રોડ વિશે કહું કે ગુજરાત રાજસ્થાન બોર્ડર ઇલાકાની વાત કરું તો એ થઇ રહ્યું છે અને બોર્ડર ફેન્સિંગની ટેકનિકલ મેટર પર ધ્યાન છે તેને દરકિનાર નથી કરાઇ. અમારું ધ્યાન છે પણ ટેકનિકલ મેટર પર પણ ધ્યાન આપવું જરુરી છે.કેન્દ્રમાં ભાજપ સરકાર છે એટલે રાજ્યોની સરકારમાં બોર્ડર સુરક્ષા મુદ્દે જે કંઇ રજૂઆત આંતરરાષ્ટ્રીય મંચ પર કરવામાં આવે છે તે રાજ્યોની સલાહને ધ્યાનમાં લઇને કરવામાં આવે છે ચાહે તે આસામ હોય, પશ્ચિમ બંગાળ હોય કે ગુજરાત સહિત કોઇપણ રાજ્ય હોય.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]