મામેરુંઃ 141 વર્ષમાં બીજીવાર ભગવાનનું મામેરું ભરવાની તક મળતાં સરસપુરમાં અનોખો ઉત્સાહ

અમદાવાદ– ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને વિવિધ કાર્યક્રમોની શરુઆત થઇ ગઇ છે ત્યારે સરસપુરમાં આવેલાં ભગવાનના મોસાળ રણછો઼ડરાયજી મંદિરમાં મામેરાંના દર્શન ભક્તજનોને કરાવવામાં આવ્યાં હતાં. 141 વર્ષથી નિયમિત યોજાતાં મામેરાંમાં ફક્ત આ વર્ષે બીજીવાર મોસાળીયાં સરસપુરના ભક્તને ભગવાનનું મોસાળું ભરવાની તક મળી છે.

સરસપુરમાં રહેતાં મીનાબહેન ધીરુભાઈ બારોટ પરિવાર આ વરસે મામેરું ભરવાનો છે. મીનાબહેનને 18 વર્ષ પહેલાં ભગવાનનું મામેરું ભરવાનું સ્વપ્ન આવ્યું હતું તેની પૂર્તિ હવે થવાની છે તેની અપાર ખુશી બારોટ પરિવારમાં જોવા મળી હતી. મામેરાંના દર્શન સમયે આ વર્ષે પહેલીવાર દર્શનાર્થીઓ માટે બૂંદી ગાંઠીયા અને માલપુઆનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.

ભગવાનને અર્પણ થનાર મામેરાંમાં આ દર્શન જોવા મળ્યાં હતાં

વાદળી અને પીળા વેલવેટના પેચવર્કવાળાં વાઘાં

ચંદનની ડિઝાઇન ધરાવતાં 3 હાર

સોનાની 3 વીટી

સોનાનો દોરો

સોનાની વાળી

ચાંદીની એક ગાય

ચાંદીનો છડો

ચાંદીની વીંછુડી

ચાંદીનો ટીકો

ચાંદીની નથણી

ચાંદીની બે મોટી બૂટ્ટી

ભગવાનો માટે વસ્ત્રો અને અન્ય આભૂષણો

તસવીર-પ્રજ્ઞેશ વ્યાસ