અમદાવાદઃ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા

અમદાવાદ- પૃથ્વી પરની સૌથી જૂની અને દરેક રીતે વજનદાર ગણાતી સંસ્કૃત ભાષાના વિવિધ વિષયોની એક રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા અમદાવાદના આંગણે યોજાઇ રહી છે. 29 નવેમ્બરને ગુરુવારના રોજ શહેરના એસ.જી.હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠની સંસ્કૃત પાઠશાળામાં એક ભવ્ય કાર્યક્રમ બાદ સ્પર્ધા શરુ થઇ.

સંસ્કૃત ભાષાના વિવિધ વિષયો ભણતા-ભણાવતા જુદી જુદી પાઠશાળાના ઋષિકુમારો-વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો.

29, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધામાં વ્યાકરણ શલાકા, સાહિત્ય શલાકા, મીમાંસાશલાકા, સમસ્યા પૂર્તિ, અષ્ટાધ્યાયીકષ્ઠપાઠઃ, અમરકોષઃ કષ્ઠ પાઠઃ, ન્યાયશલાકા, પુરાણેતિહાસશલાકા, વ્યાકરણભાષણમ , સાહિત્ય ભાષણમ , ન્યાય ભાષણમ , વેદાન્ત શલાકા, જ્યોતિષભાષણમ , સાડ્ખ્ય ભાષણમ , જૈન બૌધ્ધ દર્શનમ , કાવ્ય કંઠપાઠઃ , સિધ્ધાંત જ્યોતિષ શલાકા, શાસ્ત્રાર્થ વિચારઃ, ધર્મશાસ્ત્ર ભાષણમ, મીમાંસા ભાષણમ , વેદાન્ત ભાષણમ, ધાતુરુપકંઠપાઠઃ, વેદભાષ્યભાષણમ, ભગવદ્ ગીતા કંઠ પાઠઃ , શાસ્ત્રીયસ્ફૂર્તિ સ્પર્ધા , વેદ કંઠ પાઠઃ , અક્ષર શ્લોકી જેવા વિષયો ને આવરી લેવામાં આવ્યા છે.

સંસ્કૃત ના આ જુદા જુદા રસપ્રદ વિષયોની સ્પર્ધા પૂર્વે વિશાળ મંચ પર બિરાજમાન વિદ્વાનોએ ભાષાના ઉંડાણ વિશે વક્તવ્યો આપ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહમાં ભાગવત વિદ્યાપીઠના ભાગવત ઋષિ, એસ.જી. વી.પીના માધવપ્રિયદાસજી સ્વામિ. , અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં આચાર્યો, પાઠશાળાના ગુરુજી ઓ , ઋષિકુમારો તેમજ સંસ્કૃત ભાષા પ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ