સોનાપુરી સ્મશાન ખાતે એકત્ર થયેલા અસ્થિઓનું ગંગામાં વિસર્જન

જુનાગઢઃ જુનાગઢ મહાનગર પાલિકા અને સર્વોદય બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે મહેન્દ્રભાઈ મશરુ અને તેમની ટીમના સભ્યો દ્વારા છેલ્લા એક વર્ષમાં જુનાગઢમાં સોનાપુરી સ્મશાન ખાતે એકત્ર થયેલા 700 જેટલા વ્યક્તિઓનું સામુહિક અસ્થિ વિસર્જન આજે હરિદ્વારમાં હરકી પૌડી ખાતે કરવામાં આવ્યું હતું.

સ્થાનિક ભુદેવો તેમજ અહીં ભાગવત સપ્તાહમાં ભાગ લેવા આવેલા જુનાગઢના ભુદેવો, તેમની સાથે નિર્ભયભાઈ પુરોહિત, વિરાટભાઈ ઠાકર સહિતના ભુદેવો દ્વારા ખુબજ વિધિપૂર્વક આ કાયઁ સંપન્ન થયું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]