સોમનાથ મહાદેવના સાંનિધ્યે કેરળના સત્સંગ ગૃપ દ્વારા રૂદ્ર પાઠનું આયોજન

સોમનાથ- કેરળથી આવેલ નારાયણ સત્સંગ સમિતિના 33 જેટલા મેમ્બરો દ્વારા આજે ગાંધી જયંતિ નિમિત્તે સોમનાથમાં મધ્યાન મહાપૂજા અને આરતી પહેલા સત્સંગ કરવામાં આવ્યો હતો. આ સત્સંગ કમિટી કેરાલામાં વિસ્તરેલી છે. સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે રૂદ્રપાઠનું વિશેષ માહાત્મ્ય સમાયેલ હોય, જેથી સર્વે ભક્તજનો દ્વારા આ રૂદ્રપાઠ પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકા, માનવસેવા ટ્રસ્ટ, ભારતીય તટરક્ષક અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 9-00 કલાકે સરદારને પૂષ્પાંજલી-સરદાર વંદનાથી પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા “એક કદમ સ્વચ્છતાકી ઓર” યાત્રીઓ તેમજ ઉપસ્થિત સર્વેને સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશો આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાશે જેમાં ચોપાટી પર પડેલ ઘન કચરો દૂર કરી સોમનાથ ચોપાટીને સુંદર અને સ્વચ્છ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]