RTE પ્રવેશ મામલે સરકારે આપી જરુરી સૂચના, બે દિવસમાં ડોક્યૂમેન્ટ…

ગાંધીનગર-જાણીતી શાળાઓમાં આર્તિક નબળાં પરિવારના સંતાનોને સારુ શિક્ષણ મળે તેવી સગવડ સરકારે આરટીઈ કાયદામાં કરી છે. જોકે એ વાત જુદી છે કે મોટાભાગની સારી ગણાતી શાળાઓ આરટીઈ હેઠળ સરકાર તરફથી મોકલવામાં આવેલાં બાળકોને પોતાના વિદ્યાર્થીઓ તરીકે સ્વીકારવામાં અંચઇ કરતાં રહે છે જેને લઇને દર વર્ષે આરટીઈ પ્રવેશનો મુદ્દો માધ્યમોમાં ગાજતો રહે છે.સરકારે સૂચના આપી છે કે RTE હેઠળ પ્રવેશ મળ્યો હોય એવા વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ અપલોડની કામગીરી તથા પ્રવેશ મેળવવાની મુદત ૧૫મે-૨૦૧૯ સુધી લંબાવાઇ છે.
RTE ACT-2009ની કલમ 12.1.(C)અન્વાયે ધોરણ-૧માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં આર.ટી.ઇ. હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા.૦૬/૦૫/૨૦૧૯, સોમવારના રોજ જાહેર કરેલ હતો. જે અન્વયે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ જરૂરી ડોકયુમેન્ટ સાથે શાળા સમય દરમિયાન જે તે શાળામાં રૂબરૂ જઇ તા.૧૩/૦૫/૨૦૧૯ સુધી પ્રવેશ મેળવી લેવાનો હતો, પરંતુ જિલ્લાકક્ષાએ મળેલ રજુઆત અન્વયે શાળાઓ દ્વારા પ્રવેશ માટે ફાળવેલ વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ અપલોડ કરવાનું કામ બાકી હોવાથી ડોકયુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો તથા પ્રવેશ મેળવવાનો સમયગાળો તા. ૧૫/૦૫/૨૦૧૯, બુધવાર સુધી લંબાવવામાં આવે છે.

આથી આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ ફાળવેલ શાળાઓએ તા. ૧૫/૦૫/૨૦૧૯ સુધી ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે તથા જે વિદ્યાર્થીઓને આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ ફાળવેલ છે તેવા વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ મેળવવાનો બાકી હોય તો

ફાઈલ તસવીર

તા.૧૫/૦૫/૨૦૧૯ સુધીમાં આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ ફાળવેલ શાળામાં જરુરી ડોકયુમેન્ટ સાથે શાળા સમય દરમિયાન રુબરુ જઇ પ્રવેશ મેળવી લેવા લાભાર્થી વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને નિયામક, પ્રાથમિક શિક્ષણ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.