અમદાવાદ- કોર્પોરેટ સ્પોર્ટસ ચેલેન્જમાં ‘રોયલ ટીસિયર્સ’ વિજયી નીવડ્યાં

અમદાવાદ- અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા ખાતે યોજાયેલી પ્રથમ કોર્પોરેટ સ્પોર્ટસ ચેલેન્જમાં રોયલ ટીસિયર્સ ચેમ્પિયન બન્યું હતું. ટીસિયર્સને 20 પોઈન્ટ પ્રાપ્ત થયાં હતા, જ્યારે તેમના નજીકના હરીફ સિગ્નેટ ટાઈટન્સને 10 પોઈન્ટ મળ્યાં હતાં. મહિલાઓ સહિત 300થી વધુ કોર્પોરેટ અગ્રણીઓ અને એક્ઝિક્યુટિવ આ ચેલેન્જમાં સામેલ થયાં હતાં.

રોયલ ટીસિયર્સ દ્વારા બોક્સ ક્રિકેટ ટ્રોફી હાંસલ કરીને વિજેતા પદ પ્રાપ્ત કર્યું હતું. એક ટીમમાં 8 હરિફ ધરાવતી આ સ્પર્ધામાં રોયલ ટીસિયર્સએ સિગ્નેટ ટાઈટન્સને 5 વિકેટે હાર આપી હતી. ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરીને 99નો સ્કોર કર્યો હતો, જે ટીસિયર્સ આસાનીથી પાર કરી ગયા હતાં.

રોયલ ટીસિયર્સ દ્વારા બેડ મિંગ્ટનમાં ક્લિન સ્વીપ કરાઈ હતી. બ્રીજલ સોની અને તાપસ કારીયાએ અનુક્રમે તેમના હરિફોને વિમેન્સ અને મેન્સ સ્પર્ધામાં પરાજીત કર્યા હતા. બ્રીજલ માટે આ ટુર્નામેન્ટ યાદગાર બની ગઈ હતી કારણકે તેણે અંકીતા નાયર સાથે મળીને ડબલ્સ અને શિરિષ ટાંક સાથે મળીને મિક્સ ડબલ્સ પણ જીતી લીધી હતી. બીઓબી બ્લાસ્ટરની  જય જાની અને વિશ્વાસ ચૌધરીની જોડીએ ફાઈનલમાં રામચંદ્ર કુલકર્ણી અને કરણ ખંડેલવાલને હરાવ્યાં હતાં.સુયેશ સિંહા (રોયલ ટીસિયર્સ) અને રીચા આહૂજા ( હેવમોર બ્લોકબસ્ટર) અનુક્રમે મેન્સ અને વિમેન્સમાં ટેબલ ટેનિસમાં વિજેતા બન્યાં હતાં રોયલ ટીસિયર્સનું પ્રભુત્વ ટેબલ ટેનિસમાં પણ જળવાઈ રહ્યું હતું અને તેમણે બંને ડબલ્સ ઈવેન્ટ જીતી લીધા હતાં. હર્ષ પંડ્યા અને પિયુષ કટિયાર મેન્સ ડબલ્સમાં વિજેતા થયાં હતાં જ્યારે આશ્કા પ્રજાપતિ અને અર્ચના તિવારીએ વિમેન્સ ડબલ ગોલ્ડ હાંસલ કર્યો હતો. અર્ચના અને અમિત અગ્રવાલ મિક્સ ડબલ્સ સ્પર્ધા જીતી ગયાં હતાં.

ફૂટબોલમાં પણ રોયલ ટીસિયર્સનું મેદાનમાં પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. તેમણે વન સાઈડ ફાઈનલમાં કલ્પતરું એવેન્જર્સને 4-0થી હરાવ્યાં હતાં. યોનો બાય એસબીઆઈને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

આમ છતાં, ટગ ઓફ વોર (દોરડા ખેંચ) સ્પર્ધા સૌથી રોમાંચક બની રહી હતી. તેની ફાઈનલ કલ્પતરું એવેન્જર્સ અને  સિગ્નેટ ટાઈટન્સ વચ્ચે યોજાઈ હતી જેમાં કલ્પતરુનો વિજય થયો હતો.  અત્યંત મૈત્રીપૂર્ણ વાતાવરણમાં રમાયેલ આ સ્પર્ધામાં વાડીલાલ ચેમ્પિયન્સને ત્રીજું સ્થાન હાંસલ થયું હતું.

જે 10 ટીમ મેદાનમાં ઉતરી હતી  તેમાં અદાણી ફાઈટર્સ, એપોલો વોરિયર્સ, બેંક ઓફ બરોડા બ્લાસ્ટર્સ, કલ્પતરૂ એવેન્જર્સ, વાડીલાલ ચેમ્પિયન્સ, યોનો બાય એસબીઆઈ, સિગ્નેટ ટાઈટન્સ, હેવમોર બ્લોકબસ્ટર્સ, રોયલટીસિયર્સઅને ટાઈમ્સ ટાઈગર્સનો સમાવેશ થતો હતો.