સંધ્યા ટાણે મધુર સંગીત સાથે આકાશમાં ઉડા ઉડ કરતાં રોઝી સ્ટાર્લિંગ..

અમદાવાદ- વસંત ઋતુની પધરામણી થઇ ગઇ છે. ઉત્તર ભારતના પહાડી-મેદાની વિસ્તારો અને ગુજરાતમાં પણ ઠંડા પવનો ઠંડીનો અહેસાસ કરાવે છે. આ ઠંડી ઋતુમાં દુનિયાના કેટલાક અતિશય ઠંડા પ્રદેશો માંથી અનેક પક્ષીઓ માઇલોની મજલ કાપી અન્ન-પાણી અને અનુકુળ વાતાવરણ દેખાય ત્યાં ઉતરી પડે છે. પક્ષીઓની કેટલીક પ્રજાતિ ગુજરાતના નળસરોવર, ખિજડીયા, ગામ તળાવો, નદી, કેનાલો અને સમુદ્રના છીછરા પાણી પાસે અનુકુળતા પ્રમાણે પડાવ નાંખે છે.

અવનવા બર્ડસને જોવા માટે બર્ડ વોચર્સ, નિષ્ણાતો ભારે જહેમત ઉઠાવી સંશોધન કરી તસવીરો પણ લે છે. જેથી એમની પ્રજાતિ અને ખાસિયતો વિશે જાણી શકાય. વેલ, અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી એન.આઇ.ડી., રિવરફ્રન્ટ પાસેના વૃક્ષો, કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેના વૃક્ષો, કાંકરિયા તળાવ જેવા અનેક સ્થળોએ પક્ષીઓનું એક વિશાળ ઝુંડ  ઉડા ઉડ કરતું જોવા મળે છે.

આ નાના નાના ચકલી-કાબરના આકાર જેવા પક્ષીઓની એક સાથેની આકાશી દોડા દોડ સંધ્યા ટાણે નયન રમ્ય લાગે છે. પક્ષી નિષ્ણાતોના કહેવા મુજબ આ રોઝી સ્ટાર્લિંગ બર્ડસ્ છે. જે વિશાળ ઝુંડમાં સાંજે સુમધુર અવાજમાં આકાશે ઉડી સુંદરતા સર્જે છે.

આ પક્ષીઓ ગુલાબી અને કાળા રંગના હોય છે. ઘંઉ-જુવાર-બાજરા-જીવજંતુ અને ફળો આરોગતા આ પક્ષીઓ ખોરાક-પાણીની અનુકુળતા હોય ત્યાં વસી જાય છે.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]