સૂરતની હીરા કંપનીના કર્મચારીઓ સાથે હોંગકોંગમાં લૂંટ

હોંગકોંગઃ હોંગકોંગમાં ઓફિસ ધરાવતી સૂરતની એક ડાયમંડ કંપનીના કર્મચારીઓને હોંગકોંગમાં લૂંટારુઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. સવારે 10 વાગ્યાના સુમારે કંપનીના બે કર્મચારીઓને ટાર્ગેટ કરીને 7.40 લાખ ડોલર અને રોકડ રકમ મળી અંદાજે રુપિયા 5.30 કરોડની લૂંટ ચલાવી છે.

આ કંપનીના બે કર્મચારીઓ સવારે 1૦-૦0 કલાકના અરસામાં હોંગકોંગના કોવુન સિટી ડિસ્ટ્રીક્ટના હંગહોમ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. જ્યાં હેયુન ઇસ્ટસ્ટ્રીટના જંકશન પર રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે પાછળથી દોડતા આવેલા ત્રણ બુરખાધારીઓએ કંપનીના બે કર્મચારીઓ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. બે કર્મચારી પૈકી એકના પગમાં ઘા મારી એક લૂંટારુ બેગ લઇ નાસી છૂટયો હતો. જ્યારે અન્ય કર્મચારી પાસેની પણ બેગ લઇ લૂંટારું ફરાર થઇ ગયા હતા. આ બેગમાં બેંકમા જમા કરાવવા માટેના 7.4૦ લાખ ડોલર જેટલી રકમ હતી.

આ ઘટનામાં ત્રણ લૂંટારુઓ અને એક ડ્રાઇવર મળી ચાર સાઉથ એશિયન લોકો સંડોવાયેલા છે. જેઓએ માસ્ક પહેરેલા હતા. લૂંટમાં વપરાયેલી કાર નજીક અંતરેથી રઝળતી મળી આવી છે. જ્યારે લૂંટારુઓ સુધી પોલીસ પહોંચી શકી નથી.જો કે સમગ્ર ઘટના મામલે હોંગકોંગ પોલીસે એલર્ટ જાહેર કરી ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરી તપાસ શરૂ કરી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]