સ્પર્ધાના પ્રચારને વેગ આપવા CCI અમદાવાદમાં 18 ડિસેમ્બરે યોજાશે રોડ શો

ગાંધીનગર-  કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા સ્પર્ધાના કાયદા અંગે ત્રીજા રોડ શોનું 18 ડિસેમ્બરના રોજ હોટલ કોર્ટ યાર્ડ મેરિયોટ્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભનો ઉદ્દેશ સ્પર્ધાના પ્રચારને વેગ આપવાનો અને ગુજરાત રાજ્યમાં મહત્વના લાભાર્થીઓ સુધી પહોંચવાનો છે. આ રોડ શોનું આયોજન કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત થીંક ટેન્ક, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઈઆઈસીએ)ના સહયોગથી કરવામાં આવ્યું છે. કોમ્પિટીશનના કાયદા અંગેના વિવિધ રોડ શોનું આયોજન સીસીઆઈ દ્વારા વિવિધ સ્થળોએ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ સ્પર્ધાના પ્રચાર અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ સુધી નવા અને બહેતર માર્ગો વડે પહોંચવાનો છે.આ રોડ શોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના નીતિ નિર્માતાઓ, જાહેર ક્ષેત્રના એકમોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ, કાનૂની અને નાણાં ક્ષેત્રના વ્યવસાયીઓ, કોર્પોરેટ વકીલો, શિક્ષણવિદો અને અન્ય સુસંગત ભાગીદારો સામેલ થાય તેવી શક્યતા છે. એક દિવસના આ કાર્યક્રમનો ઉદ્દેશ જાહેર ખરીદી, ટ્રેડ એસોસિએશન્સ, કાર્ટેલ્સ અને લીનિઅન્સિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજરી આપશે. અમદાવાદ ખાતે યોજાનારા રોડ શોમાં ઓપન હાઉસની બે બેઠકો રાખવામાં આવી છે. પ્રથમ બેઠકમાં જાહેર ખરીદીમાં સ્પર્ધા દાખલ કરવાના વિષય પર ચર્ચા થશે. ઓપન હાઉસ બેઠકો પછી વાયબ્રન્ટ ગુજરાત અંગેની બેઠક યોજાશે. સીસીઆઈ સ્પર્ધા અંગેની પ્રચાર પુસ્તિકાઓ, વિડિયો અને એનિમેનેટેડ ફિલ્મ પ્રદર્શિત કરશે, જેમાં કોમ્પિટીશનના કાયદાના વિવિધ પાસા અને વિવિધ લાભાર્થીઓ માટે તેની જરૂરિયાતના પાસાંઓને આવરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ સમારંભ કોમ્પિટીશન કમિશન દ્વારા વિવિધ સ્થળે યોજવામાં આવતા વિવિધ રોડ શોની સિરીઝમાં આ ત્રીજો રોડ શો છે.