રાજકોટઃ દૂધ-શાકભાજી રસ્તા પર ફેંકી ખેડૂતોએ વિરોધ કર્યો

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. ગુજરાત સહિત ભારતભરમાં ખેડુતો પોતાનું ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. આજે મોરબી રોડ પર આવેલા બેડી ગામ પાસે ખેડૂતો એકઠા થયા હતા અને દૂધ-શાકભાજી રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવ્યો હતો. જો કે, ચક્કાજામનો પ્રયાસ કરતા 10થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે આવું આંદોલન રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે.

ભાજપ સરકાર ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ નથી આપતી તેવા રોષ સાથે ખેડૂતો અને કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરી આવી હતી. કોંગ્રેસ અને ખેડૂતોએ રસ્તા પર દૂધ અને શાકભાજી ઢોળી રસ્તા પર ચક્કાજામ કર્યું હતુ. તો સાથે જ ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતુ કે સરકારે જનતાના લાભ છીનવ્યા છે અને સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવ આપે નહીં તો આ આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]