ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા છે: CM રુપાણી

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદમાં સ્વસ્થ ભારત મેળાના અવસરે રીયુઝ્ડ કૂકિંગ ખાદ્યતેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રીયુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલ વેપારીઓ પાસેથી એકઠું કરીને એમાંથી બાયોડીઝલ બનાવવા માટે રુકો- રીયુઝ્ડ કૂકિંગ ઓઇલ સોફ્ટવેર બાયોડિઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે.
રાજ્યમાંથી આવું વપરાયેલ કુકિંગ ઓઇલ એકત્ર કરી તેમાંથી બાયો ડીઝલ બનાવવાની યોજના શરૂ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.

આ હેતુસર શરૂઆતના તબક્કે એક મોબાઈલ વેન ફરતી કરીને આવા બળેલા રીયુઝ્ડ કૂકિંગ તેલને એકઠું કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.

મુખ્યપ્રધાને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય ખાનપાન આહાર આદતો અને પોષક આહારની હિમાયત કરતા કહ્યું કે વધુ પડતો તેલનો ઉપયોગ ગુજરાતીઓનો સહજ સ્વભાવ છે પરંતુ આજના સ્ટ્રેસ અને ફાસ્ટ લાઈફના યુગમાં એના કારણે કોલેસ્ટ્રોલ વધવું ડાયાબિટીસ લીવર સ્વાદુપિંડના રોગો વધે છે.

હવે સ્વસ્થ અને નીરોગી જીવન માટે જનજાગૃતિ કેળવવા સ્વસ્થ ભારત યાત્રા પીએમ મોદીની પ્રેરણાથી દેશભરમાં શરૂ થઇ છે. ત્યારે સીએમ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે 2022માં દેશની આઝાદીના 75 વર્ષ થાય ત્યારે ભારત સ્વસ્થ સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય રાષ્ટ્ર તરીકે જગત ગુરુ બને તેવી વડાપ્રધાનની સંકલ્પનામાં આ યાત્રા અને સ્વસ્થ ભારત મેળાથી સૌ દેશવાસીઓ જોડાય.

• રીયુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા

• વપરાયેલ કુકિંગ ઓઇલ એકત્ર કરી તેમાંથી બાયો ડીઝલ બનાવવાની યોજના શરૂ કરવાની નેમ

• ઈટ રાઈટ ઈન્ડિયા અંતર્ગત સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય ખાન પાન આહાર આદતો અને પોષક આહારની હિમાયત
• સ્વસ્થ અને નીરોગી જીવન માટે જન જાગૃતિ કેળવવા સ્વસ્થ ભારત યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં શરૂ થઇ છે.

• રાંધણ તેલ અંગેની એપ્લીકેશન આર.યુ.સી.ઓ. લોન્ચ કરી

• આર.યુ.સી.ઓ. અને એફ.ડી.સી.ઓ વચ્ચે એમ.ઓ.યુ થયા

 

મુખ્યપ્રધાનના હસ્તે રૂકો અંગેની એપ્લિકેશન લોન્ચ કરાઈ હતી જેને ગુજરાતમાં પ્રથમ દિવસે જ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ એપ્લિકેશન દ્વારા ૪૭૧૪૬ લીટર વપરાયેલ રાંધણ તેલની રિકવેસ્ટ મળી છે.