પક્ષ પલટુઓને જનતાએ ન સ્વીકાર્યાઃ ધવલ સિંહ હાર્યા અને અલ્પેશ ઠાકોરનું ઢચુપચુ

ગાંધીનગરઃ રાજ્યની 6 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક રૂઝાનમાં 6 બેઠકોમાંથી કોંગ્રેસ 3 બેઠકો પર અને ભાજપ 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે એક બેઠક પર ભાજપની જીત થઇ છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમદેવાર અજમલજી ઠાકોરની જીત થઇ છે. તેઓ 25414 મતથી જીત્યા છે. કોંગ્રેસ રાધનપુર, અને અમરાઈવાડી, થરાદ બેઠક પર આગળ ચાલી રહી છે.

ભાજપ લુણાવાડા બેઠક પર આગળ ચાલી રહ્યું છે. બાયડમાં પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાની મોટી હાર થઈ છે. રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યાં છે. અલ્પેશ ઠાકોરની રાજકીય કારકીર્દી પર અત્યારે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુ દેસાઈ અત્યારે 6600 મતથી આગળ ચાલી રહ્યા છે. રઘુ દેસાઈની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોરની હાર તરફ અને રઘુ દેસાઈની જીત તરફ ગતી થઈ રહી છે.