કોસ્ટગાર્ડની ત્વરિત કામગીરીએ 7 ખલાસીને બચાવ્યાં, બાર્જ ડૂબી ગયું

ભૂજ-દરિયામાં ચોમાસા પહેલાંની પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઇને અન્ડરકરન્ટની સ્થિતિ છે. એવામાં જહાજોને મુશ્કેલીમાં મૂકાવાના બનાવ સામે આવી રહ્યાં છે. ગત મોડી રાત્રે કંડલાના દરિયા નજીક ગિરિજા-3 નામનું એક બાર્જ ગઇકાલે મોડી રાતે ડૂબી ગયું હતું.ભારતીય કોસ્ટ ગાર્ડે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને ચેતક તથા પોરબંદરથી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક મોકલી આપ્યાં હતાં. સપડાયેલ જહાજ જોકે બચાવી શકાયું ન હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ અને કંડલા પોર્ટે મોકલેલી ટીમે જોકે જહાજ પરથી જે 7 ક્રૂ મેમ્બર ગુમ થયા હતાં તેને બચાવી લીધાં હતાં. આ બાર્જ ઓટીબીથી 1500 ટન ખાતર લઇને આવી રહ્યું હતું. બુધવારે મોડી રાતે ખાતર લઇને કંડલા તરફ આવી રહેલું બાર્જ ઓટીબીથી બે કિમી દૂર હતું ત્યારે અચાનક જ ડૂબવા લાગ્યું હતું. જેના પગલે VHF પર મેસેજ આવતા મદદ મોકલવામાં આવી હતી.