ગુજરાતમાં સરકારી નોકરી માટે 408 જેટલી જગ્યાઓ પર ભરતી… વાંચો વધારે વિગતો…

અમદાવાદઃ ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 408 જેટલી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. GSSSB દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયર, લેબ આસિસ્ટન્ટ તેમજ અન્ય જગ્યાઓ પર ભરતી માટે કરવામાં આવશે. બોર્ડે કુલ 408 પોસ્ટ્સ પર ખાલી જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ પર ઓનલાઇન અરજી 25 જુલાઈથી શરૂ થઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 24 ઓગસ્ટ 2019 સુધી અરજી કરી શકે છે.

  • એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) – 11 પોસ્ટ્સ
  • એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) – 106 પોસ્ટ્સ
  • કૃષિ નિરીક્ષક – 3 પોસ્ટ્સ
  • વરિષ્ઠ ફાર્માસિસ્ટ – 20 પોસ્ટ્સ
  • આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ (આયુર્વેદ) – 3 પોસ્ટ્સ
  • લાઇબ્રેરિયન – 5 પોસ્ટ્સ
  • ફિઝિયોથેરાપિસ્ટ- 13 પોસ્ટ્સ
  • લેબોરેટરી આસિસ્ટન્ટ – 116 પોસ્ટ્સ
  • મિકેનિક – 7 પોસ્ટ્સ
  • સર્વેયર – 25 પોસ્ટ્સ
  • આસિસ્ટન્ટ બાઈન્ડર – 30 પોસ્ટ્સ
  • આસિસ્ટન્ટ મશીન મેન – 57 પોસ્ટ્સ
  • આર્થિક તપાસનીસ – 4 પોસ્ટ્સ
  • સબ ઓવરસીયર – 4 પોસ્ટ્સ
  • ટેકનીકી આસિસ્ટન્ટ – 4 પોસ્ટ્સ

આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની માહિતી માટે જીએસએસએસબીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. એસસી / એસટી માટે કોઈ ફી નથી જ્યારે સામાન્ય કેટેગરી માટે 100 રૂપિયા પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે સફળ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. લેખિત પરીક્ષા અને મુલાકાતમાં પાસ કરેલા અરજદારોને ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવશે.