થાઈ ફૂડનો ટેસ્ટ માણવા મળશેઃ ‘ધ લેન્ડ ઓફ સ્માઈલ્સ’ની વાનગીઓનો ખજાનો…

અમદાવાદઃ મસાલેદાર, મીઠા અને ખારા-તીખા સ્વાદના સવાદીષ્ટ સમન્વય ધરાવતા થાઈ ફૂડમાં વિવિધ સ્વાદની પર્ફેક્ટ સમતુલા જાળવવામાં આવે છે. આ સ્વાદ સુગંધની સંવાદિતાથી શહેરના લોકોને તૃપ્ત કરવા કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટની મોમો કાફે તા.16 થી 25 નવેમ્બર દરમ્યાન થાઈ ફૂડ ફેસ્ટીવલના માધ્યમથી થાઈલેન્ડ- ‘ધ લેન્ડ ઓફ સ્માઈલ્સ’ની વાનગીઓનો ખજાનો રજૂ કરી રહી છે. બેંગકોકના શેફ પ્રિયા જીટ્રીમેટ દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અમદાવાદ શહેરના સ્વાદ રસિકોને અધિકૃત થાઈ આહાર પૂરો પાડશે.

કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટ બેંગકોકમાં વસતા શેફ પ્રિયા અમદાવાદ શહેરમાં આવીને ગ્રાહકો માટે કેટલીક સ્વાદિષ્ટ થાઈ વાનગીઓ રજૂ કરશે. આ વાનગીઓને વિવિધ હર્બના તમતમાટ તથા સોલ્ટી થાઈ સોસીસનો સમન્વય કરીને અધિકૃત સ્વાદ રજૂ કરાશે. થાઈ મસાલા દ્વારા પર્ફેક્ટ સ્વાદ સુગંધ ગ્રાહકોને અપાર આનંદ પૂરો પાડશે. કેટલાક આકર્ષક સ્ટાર્ટર અને મેઈનકોર્સ વાનગીઓ શહેરના ભોજન રસિકો માટે યાદગાર મજલ બની રહેશે. શાકાહારી અને બિન શાકાહારીના સ્વાદ ચાહકો માટે ઉત્કૃષ્ઠ વાનગીઓની પસંદ રજૂ કરાઈ છે.

Kuay Teaw Rui Suan – રાઈસ નૂડલ્સ રોલની સાથે થાઈ હર્બ્ઝ, Por Pia Thod – કુરકુરા શાકભાજીના સ્પ્રીંગ રોલ્સ, Yum Woonsen – સ્પાઈસ ગ્લાસ નૂડલ સલાડ, Khao Tang – કુરકુરે રાઈસ ક્રેકર કે જેને પીનટ સૉસ સાથે પીરસવામાં આવે છે અને Yum Tua Phoo – વીન્ગ બીન્સ તેમજ કોકોનટ ક્રીમ સાથે પિરસવામાં આવશે અને ફૂડ ફેસ્ટીવલના પ્રારંભે શાકાહારી ચાહકોને ગમી જશે. મેઈન કોર્સ વાનગીઓમાં ભરપેટ જમી શકાય તેવી જે વાનગીઓ રજૂ થનાર છે તેમાં scrummy, wok-fried Pak Boong Fai Dang and Hed Phad Khing, Tao Hoo Preaw Wan -and Phad Kaprow Hed બેસીલના ગરમાગરમ પાંદડાની અનોખી સુગંધ સાથે રજૂ કરાશે.

થાઈ વાનગીઓની ઝીણવટભરી બાબતો અને ભિન્ન પ્રક્રિયા વડે થાઈ વાનગીઓના આ મહોત્સવમાં થાઈલેન્ડના વિવિધ પ્રદેશોમાં ઉપયોગમાં લેવાતી ભિન્ન પ્રકારની રસોઈની ટેકનિક્સ રજૂ થશે. દરેક વાનગીમાં સંવાદિતા જળવાય તે રીતે માર્ગદર્શક સિધ્ધાંતોની ધ્યાન રખાયું છે. અહિંયા જે વાનગીઓ રજૂ થશે તે આંખ અને સ્વાદગ્રંથિઓ માટે મિજબાની બની રહેશે. વિવિધ પ્રકારના સ્વાદ જીભના ટેરવેથી માંડીને ગળા સુધી સ્વાદિષ્ટ બની રહેશે. આ ફેસ્ટીવલ દ્વારા અમદાવાદીઓ સમક્ષ એક આનંદપ્રદ સ્વાદનું અચરજ રજૂ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]