રાજકોટ લૂંટઃ મિત્રને મદદ કરવા યુવતીએ પોતે જ લૂંટની સ્ટોરી બનાવી

રાજકોટ- શહેરમાં આજે કોઠારીયા વિસ્તારમાં યુવતી સાથે થયેલ લૂંટ મામલે અલગ જ હહીકત બહાર આવી છે. યુવતીએ પોતે જ પોતાના મિત્રને આર્થિક મદદ કરવા માટે લૂંટની સમગ્ર સ્ટોરી બનાવી હતી. એટલું જ નહીં પોલીસને શંકા ન જાય તે માટે યુવતીએ પોતે જે પોતાના હાથ પર બ્લેડના કાપા પડ્યાં હતાં અને શહેરભરની પોલીસને ચક્કરે ચડાવી હતી.

સમગ્ર મામલે જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે યુવતીની આગવી ઢબે પૂછપરછ કરતાં યુવતી ભાંગી પડી હતી અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સમગ્ર હકીકત જણાવી હતી. યુવતિએ અમરેલીમાં રહેતા પોતાના મિત્ર હાર્દિકવાળાને નાણાંની જરૂર હોય તે માટે યુવતિના કાકાએ આંગડીયામાં મોકલાવેલ 5 લાખ જેટલા નાણાં આપી દીધાં હતાં. ત્યાર બાદ યુવતીએ બજારમાં જઈને પોતાના જ હાથમાં બ્લેડના ઘા મારીને પોતાની સાથે લૂંટ થયાનું પોલીસને જણાવ્યા હતું. શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા શહેર પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ ચક્કરે ચડી હતી અને વિસ્તારમાં જ્યાં લૂંટની ઘટના બની હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા પરંતુ સીસીટીવી કેમેરામાં આ પ્રકારનું વિસ્તારમાં ન બન્યાનું સામે આવ્યું હતું. જેના કારણે પોલીસને યુવતી પર શંકા જતા તેની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેને પોતે જ આ મનઘડત લૂંટની સ્ટોરી બનાવી હોવાનું સામે આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]