રાજ્યભરમાં સ્વાઈન ફ્લુએ ભરડો લીધો, સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 3ના મોત

રાજકોટ- રાજ્યભરમાં સ્વાઈન ફ્લુએ ભરડો લીધો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે, એક જ દિવસમાં સ્વાઈન ફ્લુના કારણે 3 લોકોના મોત નિપજ્યા છે.  ગઈકાલે શહેરમાં 10 નવા 10 કેસ નોંધાયા હતા. શુક્રવારે એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયાં છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સમઢીયાળા ગામની એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત વાંકાનેરની 49 વર્ષીય મહિલા તેમજ ગોંડલના 50 વર્ષીય પુરુષનું મોત થયું છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 38 દિવસની વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂના 155 કેસ નોંધાયા છે. આ દરમિયાન શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં 26 લોકોનાં મોત થયા છે. હાલ સ્વાઇફ ફ્લૂના 47 જેટલા દર્દીઓ રાજકોટમાં સારવાર લઈ રહ્યા છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

H1N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી થતી ફ્લુ જેવી જ બીમારી છે જે હવે સીઝનલ ફ્લુ છે. સાદા ફ્લુની જેમ જ ખાંસી કે છીંક આવવાથી એક માણસથી બીજા માણસમાં ફેલાય છે અથવા તો H1N1વાઈરસથી ઈન્ફેકટેડ એટલે કે સંક્રમિત વસ્તુને અડકવાથી અને પછી તે હાથ મોં કે નાક ને અડકવાથી ફેલાય છે.