અધધધ…જૂની નોટો સાથે ઝડપાયાં આ બંને શખ્સ

રાજકોટઃ ડીમોનેટાઇઝેશનની ચર્ચાઓ પણ હવે ધીમી પડી ગઇ છે પરંતુ ડીમોનેટાઇજઝ્ડ કરાયેલી ચલણી નોટોની હેરાફે્રી હજુ પણ બંધ થવાનું નામ નથી લઇ રહી. ગુજરાતમાંથી જ ઘણે ઠેકાણે અવારનવાર મોટી માત્રામાં આવી નોટો ઝડપાઇ છે. એ કડીમાં આજે રાજકોટમાં અધધધધ એવી રકમની જૂની નોટો ઝડપાઇ હતી.મળતી વિગત મુજબ રાજકોટના શાસ્ત્રીમેદાન પાસેથી 1.69 કરોડ રૂપિયાની જૂની નોટો મળી આવી હતી. SOGએ બાતમીના આધારે આ નોટો સાથે બે શખ્સને ઝડપી લીધાં હતાં. આ બંને પાસેથી 1.69 કરોડની જૂની નોટો જપ્ત કરીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી.