મોન્સૂન 2018: ગુજરાતમાં વરસાદનું અત્યાર સુધીનું સરવૈયું

ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયો છે. તો મધ્ય ગુજરાતમાં દરવર્ષની સરખામણીએ વરસાદ ઓછો થયો છે. ત્યારે ગુજરાતના કુલ ૨૦૩ જળાશયોમાં હાલ ૨,૭૫,૦૧૮ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૯.૪૧ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં ૧,૭૧,૪૦૯ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહશકિતના ૫૧.૩૧ ટકા જેટલો થાય છે.

સરદાર સરોવરની સપાટી આજે ૧૧૯.૫૫ મીટર પર છે. જયારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૧૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૭૮.૨૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૮.૦૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમા ૧૨.૫૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૫૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૦.૨૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં  ૨૫.૨૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૮.૬૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૩.૯૯ ટકા, સોરાષ્ટ્રમાં ૬૯.૦૨ ટકા અને દક્ષિણ ગુજરાતમાં  ૯૦.૮૫ ટકા જેટલો સરેરાશ વરસ્યો હોવાના અહેવાલો છે.