કચ્છ અને અમરેલીમાં આસોમાં અષાઢ ગરજ્યો! આ છે ચિંતાનું કારણ…

અમરેલીઃ એકતરફ મોસમમાં વરસ્યો નહીં તેવો મેહૂલિયો અખરો લાગે તેવી રીતે અમરેલીને આજે ભીજવી ગયો હતો. સૌરાષ્ટ્રપંથકના અમરેલીમાં  ઇશ્વરીયા અને મોટા લીલીયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદે દેખા દીધી હતી. ધારી સહિતના ગીર જંગલમાં પણ વરસાદના અહેવાલ મળ્યાં હતાં.

અબડાસાના ખીરસરા કોઠારા વિસ્તારમાં કરા સાથેનો વરસાદ પડ્યો હતો જેનાથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.

અચાનકના વાતાવરણ પલટાથી ગરમીનો અનુભવ કરી રહેલાં લોતોને ઠંડક માણવા મળી હતી.જોકે ખેડૂતો આ વરસાદને લઇને ખુશ થવાની સ્થિતિ નથી કારણ કે પિયત કરીને ઊભો કરેલો પાક આ વરસાદને કારણે નુકસાન પામવાની ભીતિ છે. આ વિસ્તારમાં મોટોભાગે મગફળીનું વાવેતર થયેલું છે. ત્યારે આજના કમોસમી વરસાદે પાકને ભારે નુકસાન થઇ શકે છે.

ગીરસોમનાથ પંછકમાં કાજલી ગામે માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયાંના અહેવાલ પણ મળી રહ્યાં છે.

ગઇકાલે બનાસકાંઠા અને કચ્છમાં ક્યાંક હળવાં ઝાપટાં પડ્યાં હતાં.આ વિસ્તારના કપાસ અને મકાઈના પાકને તેનાથી નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]