અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદઃ આવે છે આવે છે, વરસાદ ક્યારે આવશે..એમ હવામાનવિભાગની આગાહીઓ અને લોકોની રાહ સમાપ્ત કરતાં મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ઘણાં સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલાં અમદાવાદીઓએ આખરે રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદમાં આજે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. શહેરમાં બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યાર બાદ ધીમા પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું. વાદળના ભારે ગડગડાટ સાથે મેઘરાજાએ પધરામણી કરી છે.

મેઘરાજાનું આગમન થતા અમદાવાદીઓને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી પ્રિમોન્સુન એક્ટિવીટી સર્જાઈ હતી પરંતુ વરસાદ આવ્યો નહોતો. અને એટલા માટે ખૂબ જ બફારો થતો હતો પરંતુ આખરે મેઘરાજાએ પધરામણી કરતા અમદાવાદવાસીઓને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે.

તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]