વલસાડ-પારડી વચ્ચે રેલવેનો વિજ કેબલ તૂટ્યો, અનેક મુસાફરો અટવાયા

વલસાડઃ વલસાડ અને પારડી વચ્ચે રેલવેનો વીજ કેબલ તૂટતા મુંબઈ અને સુરત વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે અને અનેક ટ્રેનો પોતાના નિયત સમય કરતા મોડી પડે તેવી શક્યતાઓ છે.

વલસાડ અને પારડી વચ્ચેનો રેલવે વીજ કેબલ તૂટતા મુંબઈ – સુરત રેલ વ્યવહાર ખોરવાયો છે અને જેની સીધી અસર શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ પર પડશે જેના કારણે અત્યારે મુંબઈથી સુરત જતા મુસાફરો અટવાયા છે. રેલવે વિભાગ દ્ગારા વીજતારનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજી સુધી જાણકારી આપવામાં આવી નથી કે કેટલા સમયમાં આ વીજ કેબલનું સમારકામ સંપૂર્ણ થઇ જશે અને ત્યાર બાદ રાબેતામુજબ રેલ વ્યવહાર શરૂ થશે.

મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક રેલ વ્યવહારને મોટી અસર પહોંચી છે તો બીજી તરફ પારડી પાસે વિજ કેબલ તૂટતા ત્યાંથી ટ્રેનો પસાર થઈ શકે તેવી સ્થિતી નથી, ત્યારે હાલ તો અનેક મુસાફરોને મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]