2010માં રાહુલ ગાંધી હાફીઝ સઈદ મામલે બોલ્યાં છેઃ રવિશંકર પ્રસાદ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. ત્યારે આજે ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં. પ્રસાદે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં હતાં. રવિશંકર પ્રસાદે આતંકવાદ, અનામત અને સર્જિકલ સ્ટ્રાઈક વિશેના મુદ્દાઓને લઈને કોંગ્રેસને પ્રશ્નો પૂછ્યાં હતાં.

2010માં રાહુલ ગાંધી હાફિઝ સઈદ મામલે બોલ્યા છેઃ રવિશંકર પ્રસાદ

 • ટીમોતી રોઅરે રાહુલને આતંકવાદ વિશે પૂછ્યો હતો સવાલ
 • રાહુલે ગાંધીએ કહ્યું હતું કે હિન્દુ ટેરર ચિંતાનો વિષય છે
 • વિકિલિક્સે અમેરિકન એમ્બેસેડરના મેલ લીક કર્યા હતા
 • રાહુલે કહ્યું હતું કે લશ્કરે તૈયબા કરતાં ભગવા આતંક વધુ ગંભીર
 • રાહુલ ગાંધીને હાફીઝ વિશે પૂછતાં શરમ આવવી જોઈએ
 • દુનિયાને ખબર છે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ જોખમી છે
 • સર્જીકલ સ્ટ્રાઈક વખતે રાહુલે પુરાવા માગ્યા હતા જે ખરેખર ખોટું છે.
 • આખા વિશ્વએ સર્જીકલ સ્ટ્રાઈકની સરાહના કરી પણ કોંગ્રેસે માંગ્યા પુરાવા
 • વડાપ્રધાન મોદીની આગેવાનીમાં સેનાના મનોબળમાં થયો વધારો
 • અમે લોકો પાટીદાર સમાજનું સન્માન કરીએ છીએ
 • પાટીદાર સમાજની ઉદ્યમશીલતા દુનિયાભરમાં પ્રચલિત છે
 • કોંગ્રેસ અનામત અંગેની ફોર્મ્યૂલા રજૂ કરે
 • અનામત 50%થી વધુ કઈ રીતે વધારશો
 • વોટ માટે પાટીદાર યુવાનોને ગેરમાર્ગે ન દોરે કોંગ્રેસ