યંગ રાહુલ ગાંધીએ પક્ષના કોષાધ્યક્ષ તરીકે પીઢ નેતા અહેમદ પટેલને પસંદ કર્યાં

અમદાવાદ– યંગ ટીમ બનાવીને ભારતને નવા પરિવર્તન તરફ લઇ જવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાની પસંદગીની ટીમ બનાવી છે. આ ટીમમાં રાહુલ ગાંધીએ પીઢ નેતા અહેમદ પટેલનો સમાવેશ કરી લીધો છે. અહેમદ પટેલનો એઆઈસીસીમાં કોષાધ્યક્ષ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

ફાઈલ ચિત્ર

ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસના જ નહીં રાષ્ટ્રીય કોંગ્રેસના કદાવર નેતા ગણવામાં આવે છે. તેઓ સોનિયા ગાંધીના સલાહકાર પણ છે. અહેમદ પટેલનો આજે જન્મદિવસ પણ છે ત્યારે આ નવી જવાબદારી સોંપાતા તેમના સમર્થકોમાં આનંદ વ્યાપ્યો છે.

સોનિયા ગાંધી પક્ષના અધ્યક્ષા હતાં ત્યારે અહેમદ પટેલનું વર્ચસ્વ હતું. 3 વખત લોકસભામાં સાંસદ બનેલાં

અહેમદ પટેલ હવે પાંચમી વખત રાજ્યસભાના સાંસદ છે. તેઓ કોંગ્રેસના શીર્ષ પરિવાર ગાંધીપરિવારની વફાદારી માટે પણ જાણીતા છે. રાહુલ ગાંધીનું પાર્ટીમાં આગમન અને વર્ચસ્વ વધવા સાથે તેમને સાઈડલાઈન કરાયેલાં માનવામાં આવતાં હતાં. જોકે હવે કોષાધ્યક્ષ તરીકેનો હોદ્દો મળતાં તેમની રાહુલની ટીમમાં મહત્ત્વની ભૂમિકા બની રહેશે.

રાહુલ ગાંધીએ એઆઈસીસીમાં અહેમદ પટેલ ઉપરાંત આનંદ શર્મા, લુજીનો ફ્લેરો, મીરાકુમારનો પણ સમાવેશ કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]