અમદાવાદ ડિવિઝને પાલનપુરથી દોડાવી પહેલી 90 વેગનની પાયથન ટ્રેન

અમદાવાદ- પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માટે મહત્ત્વપૂર્ણ ગુડઝ ટ્રેન શરુ થઇ ગઇ છે. અમદાવાદ ડિવિઝનના પાલનપુર રેલવે સ્ટેશનેથી દેશની સૌપ્રથમ પાયથન ડબલ સ્ટૈક કન્ટેનર લોન્ગ હૉલ ગુડઝ ટ્રેન દોડાવવામાં આવી છે.આ ટ્રેન 310 કન્ટેનર લઇને ગાંધીધામથી દિલ્હીના પાટલી સ્ટેશન સુધી ચલાવવામાં આવી. પાયથન ટ્રેન ગાંધીધામથી મારવાડ સુધીમાં 600 કિમીનું અંતર કાપશે.

આ ટ્રેનમાં 90 વેગન જોડાયાં હતાં અને બે એન્જિન લગાવાયાં હતાં. આ ટ્રેનની લંબાઇ 1360 મીટર છે.

પશ્ચિમ રેલવેએ જણાવ્યાં પ્રમાણે પ્રાયોગિક ધોરણે પાયથન ટ્રેન સંચાલિત કરવામાં આવી જેને વાયા પાલનપુર લઇ જવામાં સફળતા મળી છે.

રેલવેને આશા છે કે પાયથન ટ્રેનના સંચાલનથી ગુડઝ ટ્રેનની મૂવમેન્ટ વધશે અને ડીઝલની બચત સાથે ડ્રાઇવર અને ગાર્ડ ક્રૂની પણ બચત થઇ શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]