ગુજરાતમાં રાષ્ટ્રીય બેંકોને જમીનમાં ઊતારશે ખાનગી બેંકોની પ્રગતિ

અમદાવાદ-ગુજરાતની જાહેરક્ષેત્રની બેંકોને જમીનની નીચે ઊતારી દેવા માટે ખાનગી ક્ષેત્ર મચી પડ્યું હોય તેવા આંકડા બહાર આવ્યાં છે. એક રીપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીય બેન્કોના બજાર હિસ્સામાં ખાનગી બેંકોએ મોટાં ગાબડાં પાડી દીધાં છે.એક બેન્કિંગ રીપોર્ટ મુજબ ખાનગી બેંકોનો બજાર હિસ્સો 27.73 ટકાથી વધીને 35.87 ટકા વધી ગયો છે. માર્કેટ શેરની દ્રષ્ટિએ 2015-16માં રાષ્ટ્રીય બેંકોનો બજાર હિસ્સો 66.79 ટકા હતો જે બે વર્ષમાં ગબડીને 63.28 ટકા અને 58.86 ટકા થઇ ગયો છે.

31 ડિસેમ્બર, 2017 ના રોજ પૂરા થતાં ક્વાર્ટરમાં ગુજરાત માટે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના રીપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કુલ થાપણો (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત) રૂ .2,99,444.16 કરોડ છે, જે વધીને 6.38 ટકાના અંતરથી પાછલા નાણાકીય વર્ષમાં રૂ. 2,8, 1,494.23 કરોડ થઇ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]