વડાપ્રધાન મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે, વાંચો વધુ વિગતો

0
1441

ગાંધીનગરઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 30 સપ્ટેમ્બરના રોજ રવિવારે એક દિવસ માટે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી આણંદ, અંજાર કે મુંદ્રા અને રાજકોટ ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાનની મુલાકાત નક્કી થઈ છે પરંતુ કાર્યક્રમો અને સમય ફાઈનલ નથી થયાં.

પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન મોદીનો કાર્યક્રમનો ટાઈમ હજી ચોક્કસપણે જાહેર નથી થયો. પરંતુ વડાપ્રધાન મોદી ગુજરાતમાં આણંદ, કચ્છ અને અને રાજકોટ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી આણંદ નજીક મોગર ગામે અમૂલ ડેરીએ નવી સ્થાપેલી ચોકલેટ ફેક્ટરીનું ઉદઘાટન કરશે તો કચ્છ ખાતે જાહેરસભા અને એક ફેક્ટરીનું ઉદઘાટન તેમજ  ભીમાસર અંજાર-ભૂજ નેશનલ હાઈવેનું ખાતમુહૂર્ત કરવા સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. તો આ સાથે જ વડાપ્રધાન મોદી રાજકોટ પણ આવશે અહીં તેઓ મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યાં હતા એ નવનિર્મિત આલ્ફ્રેડ સ્કૂલને ખુલ્લી મૂકશે.