રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સૂરતમાં, દિવસભર આ કાર્યક્રમોમાં રહેશે હાજર

સૂરતઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સૂરતની મુલાકાતે છે. તેઓ સૂરતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ સઇ રહ્યાં છે.તેઓ સવારે 11 વાગ્યાની આસપાસ સૂરત આવી પહોંચતાં રાજ્યપાલ કોહલી અને સીએમ રુપાણીએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતુંરાષ્ટ્રપતિ કોવિંદે સરસાણામાં કન્વેન્શન હોલમાં ડોનેટ લાઇફ દ્વારા આયોજિત બ્રેન ડેડ દર્દીઓના અંગદાતા પરિવારના સન્માન સમારોહમાં સૌપ્રથમ ઉપસ્થિત રહ્યાં હતાં.

ત્યારબાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 49માં પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે. બપોરે સવા ત્રણ વાગે, અડાજણમાં સંજીવકુમાર હોલ ખાતે એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંતોકબા માનવરત્ન એવોર્ડ સમારોહમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ દિવસભર શહેરમાં હોવાને લઇને પોલિસ અને પ્રશાસન બંને પાંખોએ બધાં કાર્યક્રમોની તડામાર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ બંદોબસ્ત પણ સારી રીતે ગોઠવી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]