રડતાં અવાજે પ્રવીણ તોગડિયાએ કહ્યું મારું એન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર હતું

અમદાવાદ– વિશ્વ હિંદુ પરીષદના નેતા પ્રવીણ તોગડીયાએ આજે પ્રેસ કોન્ફરંસ કરીને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતુ. મહત્વનું છે કે વાસી ઉત્તરાયણના દિવસે સવારે વાગ્યે તોગડીયા પાલડી શાખાથી ગુમ થયા હતા અને સવારે 11 કલાક બાદ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. રાત્રે હોશમાં આવ્યા બાદ તેઓ હાર્દિક પટેલના પૂર્વ વકીલ માંગુકિયાને મળ્યા હતા અને તેમની આ મુલાકાતના પગલે રાજકીય ગરમાવો પણ આવી ગયો હતો. રાજસ્થાન પોલીસ તેમની ધરપકડ કરવાની હોવાના પણ સમાચારો વહેતા થયા હતા અને આ સાથે જ તેમનું એનકાઉંટર થવાની વાતો પણ બજારમાં વહેતી થઈ હતી, ત્યારે આ સમગ્ર મામલે પ્રતિક્રીયા આપવા માટે પ્રવિણ તોગડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તોગડીયાએ જણાવ્યું કે મારો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા અને સાથે જ મારૂ એન્કાઉન્ટર કરવાનું કાવતરૂ ઘડાયું હોવાની વાત કરતા તેઓ રડી પડ્યા હતા.

 

  • છેલ્લા ઘણા સમયથી મારો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
  • હિંદુઓની માંગણી હતી કે રામ મંદિર બનાવો અને તે મુદ્દે મેં અવાજ ઉઠાવ્યો છે.
  • કેન્દ્ર સરકાર પર તોગડીયાએ લગાવ્યો આરોપ
  • મારા વિરૂદ્ધ ખોટા કેસો કરવામાં આવ્યા છે.
  • આ તમામ પરિસ્થિતીમાં મેં હિંદુ સંગઠનોની એકતા માટે કામ કર્યું
  • હું સવારે પૂજાપાઠ કરી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે આ બધુ મૂકી દો. તમારુ એન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર છે, આપ અહીંથી નિકળી જાવ.
  • મને ફોન આવ્યો કે સોલા પોલીસ સ્ટેશન અને રાજસ્થાન પોલીસનો કાફલો ગુજરાત પોલીસના સહયોગથી નીકળ્યો છે.
  • વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પૈસાનો પર્સ લઇ રિક્ષા રોકી નજીક કાર્યકરો સાથે નીકળ્યો.
  • રસ્તામાં રાજસ્થાનના હોમ મિનિસ્ટરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું તમને પકડવા કોઇ પોલીસ આવી નથી.
  • તે બાદ મે બધા ફોન બંધ કરી દીધા.
  • જે કેસની જાણકારી પણ મને નથી, તેવા કેસો કાઢી ડરાવવાનો ખેલ ગુજરાતથી શરૂ થયો.
  • કાલનો ઘટનાક્રમ સંભળાવતાં તોગડીયા રડી પડ્યાં
  • હું મોતથી કે એનકાઉંટરથી ડરવાનો નથી
  • એરપોર્ટ જવા નીકળ્યો રસ્તામાં મારો શ્વાસ રૂંધાયો પછી શું થયું નથી ખબર
  • જયપુર જઈને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો હતો, પરંતુ રસ્તામાં જ તબિયત ખરાબ થઈ અને મારે હોસ્પિટલ જવું પડ્યું.
  • ગુજરાત પોલિસ અને રાજસ્થાન પોલીસથી કોઈ ફરીયાદ નથી
  • રાજનૈતિક દબાવવામાં આવવાનું કામ ન કરો.
  • પ્રશ્ન એ છે કે પોલીસ શાં માટે મારા રૂમને સર્ચ કરવા માંગે છે ? હું કોઈ ગુનેગાર નથી
  • મારી ત્રણ સંપત્તિ છે ભગવાનની દેન, કપડા, અને પૂજા
  • હું મિડિયા અને પોલીસને લઈને મારા રૂમમાં જઈશ અને તપાસ કરાવડાવીશ
  • મારૂ જીવન રહે કે ન રહે ગૌ રક્ષા અને રામ મંદિર અને ખેડુત યુવાનો માટે લડીશ
  • હું મારી તમામ સંપત્તિ છોડીને નિકળ્યો છું, હિંદુઓના અવાજ માટે એટલે મારો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો
  • આ સાથે જ પ્રવીણ તોગડીયાએ જણાવ્યું કે સમય આવશે એટલે હું પુરાવાઓ સાથે કેટલાક ખુલાસા કરીશ