મલેશિયાથી અમદાવાદીઓને હીલિંગ શિખવાડવા પધાર્યા શિવા..

અમદાવાદ- માણસ જન્મે એટલે બાળપણ, યુવાની, વૃદ્ધા અવસ્થા આ તમામ તબક્કામાંથી પસાર થાય એ દરમિયાન જીવનમાં અનેક ઘટના દુર્ઘટના બને છે. પોતાના શરીર સ્વાસ્થ્ય કે પરિવાર સંબંધી તકલીફો, માંદગી, બનાવ, અણબનાવ. અતિશય માંદગી અને આર્થિક સામાજીક કે અન્ય તકલીફોથી ઘેરાયેલો માણસ જ્યાં સમસ્યાનું સમાધાન, નિદાન, સારવાર મળે ત્યાં પહોંચી જાય. એટલે જ કહેવાય છે કે ડુબતો માણસ તણખલું ય પકડી લે….

અતિ જટિલ બિમારીથી પિડાતા કે સામાજીક આર્થિક સંકડામણથી રિબાતા માણસો અનેક જગ્યાએ દુઃખ દુર કરવા ફરે છે. બિમાર માણસ એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી કે નેચરોપથી જ્યાં સારવાર થાય અને સાજા થવાય એ માર્ગે દોટ મુકે છે.

હવે…યુગ યુગાંતરથી ચાલી આવતી હીલિંગ પ્રથા પણ પ્રચલિત થતી જાય છે. હીલિંગમાં કેટલીક જગ્યાએ સ્વ ચિકિત્સા,સહજ ધ્યાન, સૂર્ય ચિકિત્સા, દિવ્ય પ્રાણક્રિયા, શક્તિપાત હિલીંગ, પોઝિટીવ થિંકિંગ જેવી ક્રિયાઓ કરાવવામાં આવે છે. જેનાથી મનુષ્યના જીવનમાં તાજગી આવે છે, રોગોથી મુક્તિ મળે છે. ક્રોધ, આળસ, ટેન્સનથી મુક્ત બની હકારાત્મકતા તરફ વળે છે. સાથે જીવનમાં પણ તમામ ક્ષેત્રે આગળ વધી શકાય છે.

વેલ, આવીજ પોઝિટીવ હીલિંગની બાબતોને લઇને છેક મલેશિયાથી એક હીલર શિવા પી. અમદાવાદ આવ્યા છે. મલેશિયામાં જ જન્મેલા પરંતુ દનિયાભરમાં ફરી લોકોને હીલિંગ વિશે જ્ઞાન આપવા પધારેલા શિવા પી. હાલ, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના પ્રહલાદનગર ખાતે આવેલા એક હોલમાં લોકોને ક્રિયાઓ વિશે અવગત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો હીલિંગની ટ્રેઇનિંગ તો લઇ જ રહ્યા છે, સાથે અનેક લોકો જે જુદી જુદી શારીરિક સમસ્યાઓથી પિડાઇ રહ્યા છે. એ લોકો હીલિંગ થી સારવાર પણ લઇ રહ્યા છે. કોઇપણ પ્રકારની દવા, શારીરિક ટચ વગર માત્ર છડી દ્વારા કે ક્રિયાઓ દ્વારા દુઃખ દુર કરી શકાય છે.

લોકોના દુઃખ દર્દ દુર કરતી અને સામાજીક ,આર્થિક, શારીરિક વ્યાધિને સમાપ્ત કરી સુખદ અનુભવ કરાવતી હીલિંગ ક્રિયાઓને લઇને આવેલા શિવા પી.ને અમદાવાદમાં મહેશભાઇ,જેવા અનેક કાર્યકરોએ ભેગા મળી સફળ બનાવવા પ્રયાસ કર્યો છે.

તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]