દિલ્હી છોડો, અમદાવાદના ક્યા વિસ્તારોમાં પ્રદુષણ વધારે છે?

અમદાવાદઃ મંગળવારની વહેલી સવારે અમદાવાદ શહેર પરનું સમગ્ર આકાશ ધૂંધળું થઈ ગયું હતું. સવારે જમીન અને આકાશમાં પુષ્કળ પ્રમાણમાં પ્રદુષણ પણ જોવા મળ્યું હતું. સુર્યોદય બાદ કેટલાક ભાગમાં વાદળો જોવા મળ્યા હતા.અમદાવાદ એરપોર્ટ, પિરાણા અને ચાંદખેડામાં AQI માં વધારો થયો છે. એર ક્વોલીટી ઈન્ડેક્સમાં પણ નોંધનીય વધારો થયો છે. પ્રદુષણનું પ્રમાણ વધી ગયું છે. હવામાં PM 10, PM 2.5 ઘટકના પ્રમાણમાં પણ વધારો થયો છે. અમદાવાદના ત્રણ વિસ્તારો કે જ્યાં પ્રદુષણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, તેના આંકડાઓ પર નજર કરીએ.

પીરાણા

બુધવાર,12 નવેમ્બર, 2019 13:25:20 pm

Pollutantઃ એર ક્વોલીટી ઈન્ડેક્સ

PM10 160ઃ સાધારણ

PM2.5 248ઃ ખરાબ

 

ચાંદખેડા

બુધવાર,12 નવેમ્બર, 2019 13:25:20 pm

Pollutantઃ એર ક્વોલિટી ઈન્ડેક્સ

PM10 181 સાધારણ

PM2.5 218 ખરાબ

 

અમદાવાદ એરપોર્ટ

બુધવાર,12 નવેમ્બર, 2019 13:25:20 pm

Pollutantઃ એર ક્વોલિટી ઈન્ડેક્સ

PM10 165ઃ સાધારણ

PM2.5 218ઃ ખરાબ