અમદાવાદ– રોજના હજારો લોકોની સંખ્યામાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુસાફરોથી ધમધમતાં અમદાવાદ એરપોર્ટની સુરક્ષાના હેતુ માટે અગત્યની મંજૂરી પાંચ વર્ષ બાદ મળી છે. દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પ્રિમાઇસીસમાં પોલિસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી દીધી છે.ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટેટિક એરપોર્ટમાં ગૃહવિભાગે પાંચ વર્ષ પહેલાં મંજૂરી આપી હતી જેને દિલ્હીથી હવે મહોર મારવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જગ્યા ફાળવી દેવાતાં ટૂંકસમયમાં પોલિસ સ્ટેશનનું કામકાજ શરુ કરાશે. એરપોર્ટ પર પોલિસ સ્ટેશન માટે લાંબા સમયથી શહેર પોલિસ કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.
એરપોર્ટ જે વિસ્તારમાં આવેલું છે તે સરદારનગર વિસ્તાર શહેરના ક્રિમિનલ વિસ્તારોમાંનો એક છે અને સરદારનગર પોલિસ સ્ટેશનનો સ્ટાફ મોટાભાગે એરપોર્ટ પર વ્યસ્ત રહેતો હોવાથી સરદારનગર વિસ્તારમાં છાશવારે કાયદો નિયંત્રણમાં સમસ્યા સર્જાતી રહી છે. ત્યારે હવે ખાસ એરપોર્ટ માટે અળગ પોલિસ સ્ટેશન બનતાં સરદારનગર પોલિસ સ્ટાફ ગુના નિયંત્રણ તરફ ધ્યાન આપી શકશે. એરપોર્ટ પોલિસ સ્ટાફ માટે એક પીઆઈ, 6 પીએસઆઈ, અને 36 કરતાં વધુ પોલિસ કર્મચારીનો સ્ટાફ તહેનાત રહેશે.
અમદાવાદ એરપોર્ટ પર પોલિસસ્ટેશનના બોર્ડ ત્રણ વર્ષ પહેલાં જ લગાવી દેવામાં આવેલાં છે પરંતુ હવે ખરા અર્થમાં પોલિસ સ્ટેશન કામ કરતું થઇ જશે.
એરપોર્ટ પોલિસ સ્ટેશનના કારણે વીવીઆઈ મૂવમેન્ટની સુરક્ષાનું કામકાજ આસાન બનશે. ઉપરાંત, એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળ પર ચોવીસ કલાક સુરક્ષા ઉપલબ્ધ બનશે. તેમ જ પ્રવીઓને કોઇ સર્જાય તો નજક જ પોલિસની મદદ મેળવી શકાશે. એરપોર્ટ પર પોલિસની સતત હાજરીના કારણે અસામાજિક તત્વો અને અનધિકૃત વાહનો પર અંકુશ આવશે. ખાસ તો ડીટેન્શન અને કાર્ગો સંબંધિત ગુના એક જ પોલિસ સ્ટેશનમાં નોંધાતાં વહીવટી સરળતા પણ થશે.