અમદાવાદમાં પૂર્વ વિસ્તાર માટે પોલિસની બાજનજરઃ ASAT

અમદાવાદ– રાજ્યમાં કાયદાથી નશાબંધી ભલે અમલમાં હોય, પણ પ્રશાસને કરવી પડતી કાર્યવાહી જ કહી આપે છે કે આ કાયદાનું કેટલું જોર ચાલે છે! અમદાવાદ પોલિસ દ્વારા લેવાયેલો એક નિર્ણય અને તેની કામગીરી કંઇક એવો જ ચિતાર આપી રહી છે. શહેરમાં અત્રતત્રસર્વત્ર વ્યાપ્ત દારુના દૂષણને ડામવા વરસોથી આ ધંધો કરી અબજોપતિ-કરોડપતિ બની ગયેલાં બૂટલેગરોમાંના મોટામાથાંની સંપત્તિને ટાર્ગેટ કરવા વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.અમદાવાદ પોલિસે એન્ટિ સોશિઅલ એક્ટિવિટી ટીમની રચના કરી છે. આ ટીમમાં દરેક પોલિસ સ્ટેશનમાં પીએસઆઈની આગેવાનીમાં બનેલી ટીમ માત્ર બૂટલેગરોના અડ્ડાઓ પર દરોડાનું જ કામ કરશે. આ ટીમ અન્ય કોઇ ઇન્વેસ્ટિગેશન પણ નહીં કરે. ફક્તદારુજુગારના નવા અડ્ડા શરુ ન થાય તેનું ધ્યાન રાખશે.

આ ટીમ બૂટલેગરોની સંપત્તિની માહિતી પણ એકઠી કરશે.. સરકારે બૂટલેગરોની સંપત્તિ ટાંચમાં લેવાના કરેલા આદેશ બાદ આ ટીમની રચના કરવામાં આવી છે. ASAT નામે ઓળખાનારી આ ટીમનું મોનિટરિંગ એસીપી દ્વારા કરવામાં આવશે. આ ટીમ  24 કલાક બૂટલેગરો પર નજર રાખળે તેમ જ કોઇપણ સમયે દરોડા પાડી શકશે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કુબેરનગરના એક મહિલા બૂટલેગર સહિત બે નામચીન બૂટલેગરની ગેરકાયદે બિલ્ડિંગ એએમસીના સહયોગમાં તોડી પાડવામાં આવી હતી.