PM મોદીની GFSLના વિદ્યાર્થીઓને વિદાય શીખ, નિષ્ણાતોને કર્યું આહ્વાન

ગાંધીનગર- એક જ દિવસમાં ગુજરાતભરમાં અનેક કાર્યક્રમોનું લિસ્ટ લઇને આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નગર ગાંધીનગરમાં આવતાં વરસાદે તેમનું સ્વાગત કર્યું હતું. હળવા વરસી રહેલા વરસાદ વચ્ચે સીએમ રુપાણી, નાયબ સીએમ નિતીનપટેલ સહિત તમામ કેબિનેટપ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓએ તેમનું ભાવપૂર્વક  સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં બે કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવા આવ્યાં છે. જેમાં સોમનાથ ટ્ર્સ્ટની રાજભવનમાં બેઠક અને ગુજરાત ફોરેન્સિક યાન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહનો સમાવેશ થાય છે.. સાંજે સાડા પાંચ બાદ પીએમ મોદી ગાંધીનગર હેલિપેડ ખાતે આવ્યાં બાદ રાજભવન પહોચ્યાં હતાં. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી પણ રાજભવન પહોચી ગયાં હતાં. અહીં સોમનાથ ટ્ર્સ્ટની બેઠકમાં તેઓ ટ્રસ્ટી હોવાના નાતે હાજર રહ્યાં છે.

GFSU પદવીદાન સમારોહ

ગુનાખોરીની દુનિયામાં ટેકનોલોજી અને સાયન્સના સંશોધનો દ્વારા ગુનાખોરીને ખાળવાના સંસાધનો પ્રાપ્ત કરાવવાના હેતુ સાથે શરુ થયેલી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ છે કારણ કે તે માટે તેઓની પ્રેરણા પણ કારણભૂત રહી હતી. પીએમ મોદી આ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરવા સાથે 40 ગોલ્ડમેડલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ્સ અર્પણ કર્યાં હતાં. તેમણે સાયન્સ ડિફેન્સ સેન્ટર-બેલેસ્ટિર રીસર્ચ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી..

પીએમ મોદી સંબોધન અંશ…

પીએમે તેમનું સંબોધન હિન્દી અને અંગ્રેજીમાં આપ્યું

વિદ્યાર્થીઓને અભિનંદન સાથે તેમના માતાપિતાને પણ અભિનંદન આપ્યાં

આ યુનિવર્સિટીમાં ભણવા આવનારાને ઘણાં પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો કે તમે સાચે અહીં ભણવાના છો?

આજના સમયમાં અપરાધી બચવા માટે જ તરકીબો અપનાવે છે ત્યારે તેને અહેસાસ થવો જરુરી છે કે તે ક્યારેક તો પકડાશે અને સજા ભોગવવી પડશે.

તમારી યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક દેશોને મદદ કરી જાણીતી બની છે

છેલ્લાં પાંચ વર્શમાં 6 હજાર અધિકારીઓને ટ્રેનિંગ આપી તેમાં 700 જેટલા વિદેશી પોલિસ અધિકારીઓએ ટ્રેનિંગ લીધી છે

તમારા સૌ માટે દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે કે તેમની જમીન પરની યુનિવર્સિટી ગ્લોબલ સિક્યૂરિટીમાં નિર્ણાયક ભૂમિકા નીભાવી રહી છે.

ડિજિટલ ટેકનોલોજીએ ફોરેન્સિક સાયન્સને વધુ સુસજ્જ કર્યું છે ત્યારે આ દિશામાં વિસ્તારથી વિચારવું જોઇએ

ઇન્ટરનેટે નવા પ્રકારના અપરાધ સાયબર ક્રાઈમને જન્મ આપ્યો છે, જે નાણાં સહિતનામમહત્ત્વના વિભાગોને પ્રભાવિત કરી રહ્યાં છે તે નેશનલ સિક્યૂરિટી માટે પણ પડકાર છે ત્યારે બધાં સાયબર નિષ્ણાતોને આગ્રહ કરું છું કે તેઓ દેશ અને સમાજને સુરક્ષિત સશક્ત કરવામાં મદદ કરે, જે ટૂંક સમયમાં અપરાધીઓ સુધી પહોંચવામાં તપાસ એજન્સીઓને મદદ કરે.

ફોરેન્સિંક સાયન્યનું મહત્ત્વ વધી રહ્યું છે. વીમા જેવા ક્ષેત્રમાં જેન્યૂઇન કેસોમાં મદદ કરી શકે હેલ્થ સેક્ટરમાં પણ તેનું નોલેજ મદદરુપ છે. નર્સીસને તેનું જ્ઞાન હોય તો પુરાવા બચાવવામાં ઘણી મદદ કરી શકે

કદાચ તમે પગી સમુદાય વિશે જાણતાં હોવ તો. તેઓ તેના હ્યુમન ઇન્ટેલિજન્સ માટે મશહૂર છે. ઊંટ એકલું હતું કે કંઇ સાથે હતું તે પણ તેમની ઇન્ટેલિજન્સથી કહી શકે છે. ગંભીર ગુનાઓ ઉકેલવામાં આજે પણ પગીઓની મદદ લઇને પોલિસ કેસ ઉકેલે છે.

બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાં અદાલતોને ઝડપથી નિર્ણય કરી શકે તે માટે ફોરેન્સિક સાયન્સ ઘણી મોટી સેવા આપી શકે છે.

દેશના દરેક ભાગમાં ફોરેન્સિક સાયન્સને પહોંચાડવા લગાતાર કામ કરી રહી છે. આ યુનિવર્સિટીને અપગ્રેડ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. નવા પ્રોજેક્ટ શરુ કરવાની મંજૂરી અપાઈ છે. ગુજરાત સરકાર પણ 50 કરોડ આધુનિકકરણ માટે, વિસ્તાર માટે આપી ચૂકી છે.

આજે મેં જોયું કે બધાં એવોર્ડ દીકરીઓ લઇ રહી હતી જુઓ આ નવા સમયની કરવટ છે તેમના માતાપિતાને ખાસ વધાઈ આફું છું અને તે દીકરીઓને પણ રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવું છું.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]