આજથી PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, અથથી ઇતિ સમયપત્રક…

ગાંધીનગરઃ ગુજરાતની વ્યાપારિક ઇવેન્ટ તરીકે વિશ્વસ્તરે ગાજતાં વાયબ્રન્ટ ગુજરાત 2019ની આજે શરુઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ઉપસ્થિત રહેવાના છે. જે માટે 17મીએ બપોરે તેઓ ગુજરાત આવી પહોંચશે.. તેમના આગમનને લઈ અમદાવાદ અને ગાંધીનગરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 17મીએ વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યા બાદ તેઓ અમદાવાદમાં વીએસ હોસ્પિટલના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ પણ કરાવશે.

પીએમ મોદીનો 17 જાન્યુઆરીનો કાર્યક્રમ

  1. 25 બપોરે દિલ્હીથી અમદાવાદ આવવા રવાના
  2. 55 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન
    એરપોર્ટથી ગાંધીનગર હેલિકોપ્ટર મારફતે પહોંચશે

2.20 વાગ્યે ગાંધીનગર હેલિપેડ પર આગમન થશે
2.25 વાગ્યે સેક્ટર 17 ખાતે  ગ્લોબલ ટ્રેડ શો સ્થળે આગમન
2. 30થી 3.30 સુધી ઉદઘાટન અને મુલાકાત
3.35 વાગ્યે બાય રોડ અમદાવાદ જવા રવાના
4 વાગ્યે વી એસ હોસ્પિટલ પહોંચશે
4 થી 5.15 સુધી વી એસ હોસ્પિટલના નવા સંકુલનો લોકાર્પણ સમારોહ, સુવિધાઓ નિહાળશે
5.20 વાગ્યે વી એસ હોસ્પિટલથી વલ્લભસદન રિવરફ્રન્ટ રવાના
5. 30થી 6.30 સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન
6.35 વાગ્યે ગાંધીનગર માટે રવાના
7.00 વાગે સાંજે મહાત્મા મંદિર પહોંચશે
7.30 સુધી પી એમ લોન્જમાં આરક્ષિત સમય
7.30થી 9 રાત્રે મહાનુભાવો સાથે વિચાર વિમર્શ
9.05 વાગ્યે રાત્રે મહાત્મા મંદિરથી રાજભવન રવાના
9.15થી રાત્રિ રોકાણ રાજભવન

 

18 જાન્યુઆરીનો દિવસ પીએમ મોદી માટે અતિવ્યસ્તતાભર્યો રહેશે. જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન તથા આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન ટેબલ બેઠકમાં સામેલ થશે.

પીએમ મોદીનો 18 જાન્યુઆરીનો કાર્યક્રમ

8.20 સવારે રાજભવનથી રવાના
8.30 વાગ્યે મહાત્મા મંદિર આગમન
8.30થી 9.45 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ
સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમારોહમાં હાજરી
બપોરે 1 થી 1.30 આરક્ષિત સમય
1.30થી બપોરે 2.30 લંચ
અઢી વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન ટેબલ બેઠક
સાંજે 5:30થી 6:30 સુધી આંતરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક
સાંજે 6.40 થી 7.20 સુધી દાંડી કુટિર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે
7.30થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર
8.35 વાગ્યે દાંડી કુટિરથી રાજભવન રવાના
8.45 રાત્રે રાજભવનમાં રાત્રિ રોકાણ

 

પીએમ મોદીનો 19 જાન્યુઆરીનો કાર્યક્રમ
સવારે 11 વાગ્યે રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ રવાના
11.30 વાગ્યે અમદાવાદથી સૂરત એરપોર્ટ રવાના
12.25 બપોરે સૂરત એરપોર્ટ આગમન
12.25 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સૂરતથી સેલવાસ જવા રવાના

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ દિવસના રોકાશે તેમાં આટલાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે…