પીએમ મોદીએ કર્યું સોમનાથના સીજીડી પ્રોજેક્ટનું શિલારોપણ, 100 ટકા ગેસ કનેક્ટિવિટી સિદ્ધ

સોમનાથ- પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય તથા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં સીજીડી પ્રોજેક્ટસનું શિલારોપણ કરવામાં આવ્યું છે.આજે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) દ્વારા એનાયત કરાયેલા ભૌગોલિક વિસ્તારોનું નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી લાઈવ સ્ટ્રીમ્ડ પ્રોગ્રામ દ્વારા પ્રસારણ કર્યું હતું. આ સમારંભમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, અર્થ સાયન્સીસ અને પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન વિભાગના પ્રધાન ડો. હર્ષવર્ધને હાજરી આપી હતી. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિભાગના પ્રધાન તથા અન્ય મહાનુભવો આ સમારંભમાં હાજરી આપી હતી.

દીવ અને ગીર સોમનાથ જિલ્લાના ભૌગોલિક વિસ્તારો માટે ગેસ વિતરણના હક્ક આઈઆરએમ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ (કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ, અમદાવાદ) ની કંપનીને ગેસ વિતરણ માટે અધિકૃત કરવા પ્રસંગે યોજાયેલા ક્ષેત્રના સાંસદ અને ધારાસભ્યે આ સમારંભમાં હાજરી આપી હતી. આ કંપની ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અને પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં છઠ્ઠા બીડીંગ રાઉન્ડ હેઠળ ગેસ વિતરણ માટે અધિકૃત કરવામાં આવી છે.નેચરલ ગેસને સીજીડી સેક્ટરમાં નીચે મુજબના 4 અલગ અલગ ક્ષેત્રોમાં ઉપયોગમાં લઈ શકાય છેઃ (1) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)નો ઉપયોગ મુખ્યત્વે વાહનોમાં બળતણ તરીકે થાય છે. (2) પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)નો ઉપયોગ ઘરવપરાશ માટે થાય છે (3) કોમર્શિયલ અને (4) ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે.

નેચરલ ગેસ (સીએનજી તરીકે) પેટ્રોલની તુલનામાં 60 ટકા સસ્તો છે અને ડિઝલની તુલનામાં 45 ટકા w.r.t. ધરાવે છે. સમાન પ્રકારે નેચરલ ગેસ (પીએનજી તરીકે) એલપીજીની બજાર કિંમત કરતાં 40 ટકા જેટલો સસ્તો છે અને પીએનજીની કિંમત લગભગ સબસીડી ધરાવતા એલપીજી જેટલી થાય છે. ઓટો રિક્ષા માલિકને રિક્ષાનું પેટ્રોલમાંથી સીએનજીમાં રૂપાંતર કરાવતાં દર મહિને માસિક બળતણના બિલમાં રૂ.7 થી 8 હજારની બચત થાય છે. આ રીતે ખર્ચની દ્રષ્ટિએ પણ નેચરલ ગેસ પેટ્રોલ, ડિઝલ અને એલપીજીની તુલનામાં પસંદગી પામે છે.કંપની બે ભૌગોલિક વિસ્તારોમાં અંદાજે રૂ.300 કરોડનું મૂડી રોકાણ કરવાનું આયોજન ધરાવે છે તથા નવા પ્રાપ્ત થયેલા ભૌગોલિક વિસ્તાર દીવ અને સોમનાથમાં રૂ.250 કરોડનું મૂડી રોકાણ કરશે, જેથી કુલ મૂડી રોકાણ રૂ.550 કરોડનું થશે. કંપનીએ 18 માસના વિક્રમ સમયમાં આજ સુધીમાં 19 સીએનજી સ્ટેશન્સ આપીને કાર્યરત કરી દીધા છે અને 1,00,000 એસસીએમડી નેચરલ ગેસનું બનાસકાંઠા અને ફતેહગઢ સાહિબ ક્ષેત્રમાંથી વિતરણ કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ 6000 થી વધુ ઘર વપરાશનાં અને 20 ઔદ્યોગિક જોડાણો આપ્યા છે. કંપની નેચરલ ગેસ ક્ષેત્રના અનુભવી ટીમ મેમ્બર્સ દ્વારા કાર્યક્ષમતાપૂર્વક કામ કરી રહી છે અને પીએનજીઆરબીએ આપેલા લક્ષ્યાંક કરતાં આગળ છે.

સીટી ગેસ વિતરણ પ્રોજેક્ટ હેઠળ ઘરવપરાશ, પરિવહન, ઔદ્યોગિક અને વાણિજ્યિક ક્ષેત્ર માટે પાઈપલાઈનના ઈન્ટર કનેક્ટેડ નેટવર્ક મારફતે ગેસ પૂરો પાડવામાં આવે છે. કંપનીએ 8 વર્ષ કરતાં વધુ સમયમાં 35 સીએનજી સ્ટેશન્સ સ્થાપીને 91,000 પીએનજીના ઘરવપરાશના જોડાણો આપીને દીવ અને ગીર સોમનાથ જીલ્લાના વિવિધ ભાગોમાં મજબૂત પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે કટિબધ્ધ છે. આ પ્રોજેક્ટ વડે 1000 વ્યક્તિઓને સીધી અને આડકતરી રોજગારી મળવાની સંભાવના છે. જીલ્લાના વિવિધ ભાગોમાં (ઉના, વેરાવળ, સુતરાપાડા, કોડીનાર, દીવ, તલાલા વગેરે) સામાન્ય જનતાને તથા વાણિજિયક તથા ઔદ્યોગિક ગ્રાહકોને પીએનજી ડોમેસ્ટીક અને સીએનજી સ્ટેશનની કનેક્ટીવિટી દ્વારા નેચરલ ગેસ કનેક્ટીવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ આપવા માટે કટિબધ્ધ છે.

9મો બીડીંગ રાઉન્ડ પૂરો થતાં ગુજરાત રાજ્ય પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્ટીવિટીનો 100 ટકો વ્યાપ ધરાવતું રાજ્ય બન્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]