વિશ્વની સૌથી મોટી વ્યાપારિક ઈવેન્ટનું આજે ઉદઘાટન કરશે PM મોદી, 9મી VG2019

ગાંધીનગરઃ ગુજરાતની વ્યાપારિક ઇવેન્ટ તરીકે વિશ્વસ્તરે ગાજતાં વાયબ્રન્ટ ગુજરાત 2019ની આજે શરુઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. જે માટે તેઓ 17મીએ બપોરે જ ગુજરાત આવી પહોંચ્યા હતાં.

18 જાન્યુઆરીનો દિવસ પીએમ મોદી માટે અતિવ્યસ્તતાભર્યો રહેશે. જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન તથા આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન ટેબલ બેઠકમાં સામેલ થશે.

પીએમ મોદીનો 18 જાન્યુઆરીનો કાર્યક્રમ

  • 8.20 સવારે રાજભવનથી રવાના
  • 8.30 વાગ્યે મહાત્મા મંદિર આગમન
  • 8.30થી 9.45 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ
  • સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમારોહમાં હાજરી
  • બપોરે 1 થી 1.30 આરક્ષિત સમય
  • 1.30થી બપોરે 2.30 લંચ
  • અઢી વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન ટેબલ બેઠક
  • સાંજે 5:30થી 6:30 સુધી આંતરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક
  • સાંજે 6.40 થી 7.20 સુધી દાંડી કુટિર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે
  • 7.30થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર
  • 8.35 વાગ્યે દાંડી કુટિરથી રાજભવન રવાના
  • 8.45 રાત્રે રાજભવનમાં રાત્રિ રોકાણ